ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
થાણા તરફ જનાર મુલુંડ ટોલનાકા પાસે કાયમ ટ્રાફિક હોય છે. ટ્રાફિક રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જોકે એક પ્રમુખ કારણ એવું છે કે મુલુંડ નાકા પાસે ઓછા ટોલ પોઇન્ટ હોવાને કારણે અહીં ટ્રાફિક જામ થાય છે.
હવે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મુજબ ટોલનાકા ને અડી ને જે જકાતનાકુ આવ્યું છે તે જમીન મુંબઈ મહાનગરપાલિકા પાસેથી ભાડા પર લેવામાં આવશે. આ જમીનનો ઉપયોગ એક્સ્ટ્રા રસ્તો બનાવવામાં કરવામાં આવશે.
મુંબઈ મહાનગર પાલિકા પાસે આ પ્રસ્તાવ આવી ચૂક્યો છે પરંતુ આ સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આ યોજના સફળ નીવડે તો મુલુંડ ચેકનાકા પાસે અતિરિક્ત રસ્તો બની જશે જેથી ટ્રાફિક હળવો બનશે.