Site icon

રાતના જલદી ઘરે પહોંચી જજો-આજે સેન્ટ્રલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે ચાર કલાકનો છે જમ્બો બ્લોક

News Continuous Bureau | Mumbai

ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway)એ ગોરેગાંવ અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે ચાર કલાકના નાઈટ બ્લોક(Night block)ની જાહેરાત કરી છે. આ ચાર કલાકનો બ્લોક ગોરેગાંવ અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે અપ સ્લો અને ડાઉન ફાસ્ટ લાઇન પર આજે રાતે 00.25 કલાકથી આવતી કાલે સવારે 04.25 કલાક સુધી લેવામાં આવશે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે(WR) ના જનસંપર્ક વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન ડાઉન ફાસ્ટ લાઇનની તમામ ઉપનગરીય ટ્રેનો ડાઉન સ્લો લાઇન પર ચલાવવામાં આવશે. તેવી જ રીતે અપ સ્લો લાઇનની તમામ ઉપનગરીય ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે.

બધી ધીમી ઉપનગરીય ટ્રેનોને વિલે પાર્લે સ્ટેશન પર ડબલ હોલ્ટ આપવામાં આવશે અને ઉપનગરીય ટ્રેનો ફાસ્ટ લાઇન પર પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કોઈપણ દિશામાં રામ મંદિર સ્ટેશન પર રોકાશે નહીં. આ ઉપરાંત બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મહારાષ્ટ્ર રાજભવન ખાતે જોવા મળ્યો અદ્ભૂત નજારો- મોરની જોડીએ માણયો સૂર્યાસ્તનો આનંદ- જુઓ ફોટોગ્રાફ્સ 

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version