Site icon

મુંબઇનાં દહીસરમાં ધોળા દિવસે બેંક રોબરી, ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

બુધવાર.

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના દહીસર વિસ્તારમાં 29 ડિસેમ્બર એટલે કે બુધવારના દિવસે બપોરે ત્રણ વાગે બેંક રોબરી ની ઘટના થઈ છે. બે અજાણ્યા શખ્સોએ દહીસર પશ્ચિમ માં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા પર લૂંટના ઇરાદે હથિયાર સાથે હુમલો કર્યો હતો. આશરે બપોરે ત્રણ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ બંદુકની અણીએ પૈસા લૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે લૂંટારાઓનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફાયરિંગ કર્યું જેમાં એક બેંક કર્મચારી નું ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે. જ્યારે કે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે. આ ઘટના એમ.એચ.બી પોલીસ સ્ટેશનની હદમાં થઈ છે. ઘટના બાદ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર ધસી ગયા હતા તેમજ અત્યારે કુલ આઠ ટીમો બનાવવામાં આવી છે જે હુમલાખોરોને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે અધિકૃત રીતે કોઈ જાતની માહિતી આપી નથી. તેમજ સમાચાર લખાતા સુધી તપાસ ચાલુ છે.

મુંબઈમાં પાર્ટીઓ પર પ્રતિબંધ, બિલ્ડિંગ પણ થશે સીલ; જાણો શું કહ્યું પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version