ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈને ન્હાવાશેવા સાથે જોડનારો 22 કિલોમીટર લાંબો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) નું અત્યાર સુધી 60 ટકા કામ થઈ ગયું છે. દેશનો આ સૌથી લાંબો સી લિંક ગણાય છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)નો આ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ ગણાયા છે.
MMRDA ના કહેવા મુજબ આ સી લિંકના પ્રોજેક્ટમાં ત્રણ પેકેજનું પાઈલીંગ કામ સંયુક્ત રીતે 85 ટકાથી વધુ થઈ ગયું છે. જ્યારે ત્રણેય પેકેજનું પાઈલ કેપ્સનું કામ સંયુક્ત રીતે 70 ટકાથી વધુ છે. અત્યાર સુધીમાં કુલ 1,089 થાંભલાઓમાંથી 702થી વધુ થાંભલાના કામ પૂરા થઈ ગયા છે.
તાજેતરમાં જ MMRDAના કમિશનર એસવીઆર શ્રીનિવાસે પુલના બાંધકામના સ્થળની મુલાકાત લીધી હતી . તેમ જ ટૂંક સમયમાં શરૂ થનારા જટિલ કામો પહેલા પ્રોજેક્ટના તમામ કામોની તેમણે સમીક્ષા કરી હતી. એક વખત આ સી લિંક તૈયાર થઈ જશે પછી તે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે મહત્વનો કનેક્ટિવિટી રુટ તરીકે કામ કરશે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી સુધારીની નવી મુંબઈમાં વિકાસ પર ધ્યાન આપવામાં આવવાનું છે. લગભગ 35 વર્ષ પહેલા આ સી લિંકની યોજના બનાવામાં આવી હતી. પરંતુ પ્રત્યક્ષમાં આ પ્રોજેક્ટ પર અમલ એપ્રિલ 2018માં શરૂ થયો હતો.


MMRDA આ પ્રોજેક્ટને 2024માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે. મુંબઈ નવી મુંબઈને જોડનારો આ લિંક ચાલુ થયા બાદ એટલે કે 2023 ના શરૂઆતમાં તેનો ઉપયોગ કરનારા વાહનોની અંદાજિત સંખ્યા 39,300થી વધુ હશે એવું માનવામાં આવે છે. તો 2032ની સાલ સુધીમાં 1,03,900 સુધી અને વર્ષ 2042 સુધીમાં આ સંખ્યા 1,45,500 સુધી પહોંચી જાય એવો અંદાજ છે.