News Continuous Bureau | Mumbai
Alpha Awards : ભગવાન મહાવીર યુનિવર્સિટી ( Bhagwan Mahavir University ) ના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા એક ભવ્ય આલ્ફા એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ડબલ્યુ ડીસી ના ચેર પર્સન ડોક્ટર ચેતા દેસાઈના મંતવ્ય પ્રમાણે નારી નું સન્માન સમાજના વિકાસ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. એ હેતુ ભગવાન મહાવીરની ૭૦ થી વધુ મહિલાઓને એવોર્ડ અને અનેકો ગિફ્ટ આપી સન્માનિત કરાઈ હતી.
સત્કાર સમારોહ સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાની એ મુખ્ય મહેમાન તરીકે બિરાજી પ્રોગ્રામની શોભા વધારી હતી. તે ઉપરાંત શ્રી જયેશભાઈ મોદી નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ઓફ નમો સેના, ઇન્ડિયા (ભારત), શ્રીમતી સીધ્ધી જોહરી, નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ વુમન એમ્પાવરમેન્ટ, શ્રી શ્રીજાની ઘોષ, મ્યુઝિક ગુરુ ફ્રોમ સીડની, મિસ પૂજા કલ્યાણી, સિંગર ની ઉપસ્થિતિ એ પણ સર્વેનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રોગ્રામની શરૂઆત સર્વે મહાનુભવ ટ્રસ્ટી, પ્રોવોસ્ટ ના હસ્તે દીપ પ્રતિજ્ઞા થી થઈ હતી. અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો ના પ્રોત્સાહન ભર્યા પ્રવચનો, જેમાં સ્ત્રીઓ નો આગવું સ્થાન, સમાજમાં સ્ત્રીઓનું મહત્વ અને અનેક બીજી બાબતો પર ચર્ચા કરાવવામાં આવી હતી. તથા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દરેક જગ્યાએ થતાં રહેવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Mumbai Pune express way : વાહનચાલકોને થશે હેરાનગતિ! આ તારીખે ફરી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર રહેશે છ કલાકનો બ્લોક..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.