News Continuous Bureau | Mumbai
એક વર્ષમાં 4 નવરાત્રિ(Navaratri) આવતી હોય છે અને આ ચારેય નવરાત્રિનું અલગ અલગ મહત્વ છે. આ પૈકી આસો નવરાત્રી 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહી છે. આદ્યશક્તિની આરાધના સાથે નવ દિવસના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ(Longest Dance festival) તરીકે પણ આ નવ-રાત્રિનું અલગ મહત્વ રહ્યું છે અને દેશ વિદેશમાં રાસ ગરબા(Raas Garba)ની ધૂમ મચશે. જોકે, આ નવરાત્રિમાં ગોહિલવાડ(Gohilvad)ના ખેડૂતો(Farmers)એ કંઈક અલગ જ રીતે મા ધરતીની આરતી અને પ્રકૃતિની આરાધના કહી શકાય તેવું વિશેષ આયોજન કર્યું છે.
નવરાત્રિના આ દિવસોમાં આરાધકો શક્તિ આરાધના અને ખેલૈયાઓ ગરબે ઘૂમતા હશે ત્યારે આ ખેડૂતો અને જાગૃત નાગરિકો ધરતીને રસાયણથી મુક્ત(Chemical free) કરવા, પ્રકૃતિને શુદ્ધ કરવાના પ્રયાસ સાથે ગામડે પ્રકૃતિ તરફ વળવું તે હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યક બન્યું છે. તળાજા તાલુકાના હબુકવડની પ્રાથમિક શાળાના શિક્ષક અને સાથે ખેડૂત કનુભાઈ નાગજીભાઈ ભટ્ટ આ અભિયાન અંગે કહે છે કે, પ્રત્યેક જીવ હવા, પાણી અને ધરતીમાંથી પોતાનું પોષણ મેળવે છે અને આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા છે જ પરંતુ રાસાયણિક ખાતરો(chemical fertilizer) અને અન્ય ઝેરી પદાર્થો દ્વારા આ ત્રણેયને પ્રદૂષિત કરી ખુદ આપણે આપણા પગ પર કુહાડો માર્યો છે. આના માઠા પરિણામો દેખાવા લાગ્યા છે. ત્યારે વધુને વધુ કૃષિ પ્રાકૃતિક રીતે થાય તે માટે આ પ્રકારે આયોજન અમે હાથ ધર્યું છે.
આ સમાચાર પણ વાંચો : બિઝનેસ આઈડિયા- ફક્ત 850 રૂપિયાનું મશીન ખરીદીને આપ શાનદાર કમાણી કરી શકશો- ઘરે બેઠા શરુ કરો આ ધંધો
75 હજાર ખેડૂતો સુધી ખેતીનો સંદેશો પહોંચાડવામાં આવશે 26 સપ્ટેમ્બરથી દશેરા(Dussera) સુધી ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કૃષિ રથ લઈને કાર્યકરો ફરશે. આ દસ દિવસમાં 700થી વધુ ગામડાઓ ફરીને 75 હજાર કરતા વધુ ધરતીપુત્ર એટલે કે ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી – ગૌવંશ આધારિત ખેતી નું સંદેશો પહોંચાડવામાં આવશે.