News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya Akademi: એક ભાષાનું સાહિત્ય જ્યારે બીજી ભાષામાં અનુવાદિત થાય છે ત્યારે એ સાહિત્યનો સમય , ત્યાંની સંસ્કૃતિ, સંવેદના અને માનવજીવનના ધબકારા પણ બીજી ભાષાના ભાવક સુધી પહોંચે છે.
૧૦ ઑગસ્ટ શનિવાર સાંજે ૫.૩૦ વાગ્યે ( સમયસર) મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે ‘ અનુવાદ આદાનપ્રદાન ‘ ( Anuvad Adanpradan ) કાર્યક્રમ યોજાયો છે.
વરિષ્ઠ સર્જક દિનકર જોષી આ કાર્યક્રમની ભૂમિકા માંડતું વક્તવ્ય આપશે. ડૉ. કલ્પના દવે ગુજરાતી અને મરાઠી ભાષાના નવલકથા તથા નિબંધના અનુવાદની વાત કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા ગુજરાતી અને મરાઠી ભાષાની કવિતાના આદાનપ્રદાનની વાત કરશે. ડૉ. દર્શના ઓઝા ભારતીય તથા અન્ય ભાષાઓ તથા ગુજરાતી ભાષાના સાહિત્યના ( Gujarati Sahitya ) આદાનપ્રદાન વિશે સંચાલનમાં વાત વણી લેશે.
આ સમાચાર પણ વાંચો: Jagdeep Dhankhar: 10મા નેશનલ હેન્ડલૂમ દિવસે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગુજરાતના 2 હાથવણાટ કારીગરોને આ એવોર્ડ્સથી નવાજ્યા
જાણીતા નાટ્ય કલાકાર અભિજિત ચિત્રે કેટલાક ઉત્તમ અંશોનું વાચિકમ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના સંજય પંડ્યાએ કરી છે.
આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ( KES Gujarati Bhasha Bhavan ) હૉલમાં, એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે અને સર્વ સાહિત્યપ્રેમીઓને જાહેર નિમંત્રણ છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.