News Continuous Bureau | Mumbai
Umashankar Joshi: મુલુંડમાં કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ( Gujarati Sahitya Akademi ) યોજેલા સ્મૃતિવંદના કાર્યક્રમને મળ્યો જોરદાર પ્રતિસાદ
- -મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું
- -વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી
- પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
- -વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
- -ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે
- ખંડેરની ભસ્મ કણી ના લાધશે!

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
આવી ઉત્તમ પંક્તિઓના રચયિતા, મુઠ્ઠી ઊંચેરા સર્જક ઉમાશંકર જોશીની જન્મજયંતી મુલુંડમાં( Mulund ) ઉજવાઈ ત્યારે સતત વરસતા વરસાદ છતાં હૉલ રસિક શ્રોતાઓથી ભરાઈ ગયો હતો. આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બારીશી નેટવર્કના સહયોગમાં થયું હતું.

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
૧૯૧૧ માં જન્મેલા કવિ ઉમાશંકર જોશીના ગામના અને કાર્યક્રમના આયોજક રાકેશ જોષીએ કવિના બામણા ગામના ઘર અને સ્કૂલના અભ્યાસ વિશે વાત કરી ભૂમિકા માંડી હતી.

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
જાણીતા સંગીતકાર તથા ગાયક સુરેશ જોષી અને શ્રદ્ધા શ્રીધરાણીએ ઉમાશંકર જોશીનાં ત્રણ ગીતો દ્વારા કાર્યક્રમની સરસ શરૂઆત કરી આપી હતી.
વિદ્યાવિહારની કે.જે.સોમૈયા કૉલેજની વિદ્યાર્થીનીઓ ભારતી હાથિયાણી, ભક્તિ લોડાયા, ત્રિશા નંદા,વૃત્તિકા ઝાલા અને પંક્તિ જોશીએ ‘સાપના ભારા’ ભજવીને દર્શકોની દાદ મેળવી હતી.

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
આ સમાચાર પણ વાંચો: Prabhat Jha: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ શ્રી પ્રભાત ઝાના નિધન પર શોક વ્યક્ત કર્યો
કવિ સંજય પંડ્યા તથા સતીશ વ્યાસે ઉમાશંકર જોશીનાં ઉત્તમ કાવ્યોમાંથી પસંદ કરેલી કાવ્યપંક્તિઓની જુગલબંધી કરી જેમાં દરેક પંક્તિઓને શ્રોતાઓએ તાળીઓથી વધાવી.
કવિના ‘ બારણે ટકોરા ‘ એકાંકી આધારિત સતીશ વ્યાસ લિખિત એકોક્તિ મીતા ગોર મેવાડાએ ભજવી જેમાં ઉત્તર ગુજરાતની બોલી એમણે આબેહૂબ રજૂ કરી.એમના અભિનયને પણ લોકોએ ખૂબ માણ્યો.

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
સતીશ વ્યાસે કવિના એક ઉત્તમ કાવ્ય ” પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ…” રજૂ કરી.
વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલે ટૂંકી વાર્તાનું ભાવવાહી વાચિકમ કર્યું અને અંતમાં સુરેશ જોષી તથા શ્રદ્ધા શ્રીધરાણીએ બે ગીતો દ્વારા સમાપન કર્યું.
ડૉ.પ્રો.હિતેશ પંડ્યાએ ઘણી માહિતી એમના સંચાલન દરમિયાન આપી અને કવિના એકાંકી, નિબંધ, વિવેચન વિશે પણ જાણકારી આપી.

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
આ કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યાએ કર્યું હતું અને પરિકલ્પના નિરંજન પંડ્યાની હતી.
આયોજન માટે સહયોગ ગિરીશ સોમનાથ ભટ્ટ તથા દિનેશ ચુનીલાલ ત્રિવેદીએ આપ્યો હતો. એમણે બામણા ગામમાં પણ આવા કાર્યક્રમ યોજવા પોતે સાથે રહેશે એવી ખાતરી આપી હતી.

commemoration program organized by Maharashtra State Gujarati Sahitya Akademi on Umashankar Joshi’s birth anniversary in Mulund received an overwhelming response.
અંતમાં બારીશી નેટવર્ક વતી રાકેશ જોષી અને લાલજી સરે સહુ કલાકારોનું સન્માન કર્યું હતું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Mumbai :મુંબઈમાં માણસોએ ફેંકેલો કચરો સમુદ્રએ રિટર્ન કર્યો; જુઓ વિડીયો..