News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: કવિની કલમે પ્રણયની ( Love ) માતૃભાષાને ઘૂંટવામાં ક્યારેય કસર નથી રાખી. આદિલ મન્સુરીએ ( Adil Mansoori ) લખ્યુંઃ
જ્યારે પ્રણયની જગતમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
તો કલાપીનો કેકારવ કેમ કરીને ભૂલાય?
માશૂકોના ગાલની લાલી મહીં લાલી
અને જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો
ત્યાં ત્યાં નિશાની આપની
ઘાયલ સાહેબે ( Ghayal Saheb ) આંખ અને હૈયાંને કેવાં ગૂંથી લીધાં છે!
સુંબલ આંખડીના કસબની વાત શી કરવી
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી
તો, ગની દહીંવાલાની કાવ્યપંક્તિમાં પ્રેમના પ્રવાહમાં
વહેવાનો આનંદ ઝિલાયો છેઃ
તમારી લાગણી વહેશે ઝરણું બની,
તો તણાશું અમે એમાં તરણું બની…
બેફામ સાહેબે આંખો દ્વારા થતી પ્રણયની પ્રસ્તુતિને ગાઈ છેઃ
પ્રણયની સર્વથી વહેલી કહાણી થઈ ગઈ આંખો,
કે ભાષા થઈ ગઈ દ્રષ્ટિ ને વાણી થઈ ગઈ આંખો!
આ પણ વાંચો : Gujarati Sahitya: દોરંગી દુનિયાદારી
કવિ નિનુ મઝુમદારની ( Ninu Mazumdar ) પંક્તિઓમાં પ્રિયજનના ઇજનને નજાકતથી કંડાર્યું છેઃ
કોઈ રસિયો ઊભો ગામ છેડે, એના પાવાના સૂર મને તેડે
ને મારા નાચે છે પાય મેળે, મને લઈજા, ઘાયલ! રંગમેને
ભાવની અભિવ્યક્તિમાં કવિ ભીખુ કપોડિયાએ ( Bhikhu Kapodiya ) આણેલી ચમત્કૃતિ મનભાવન છેઃ
તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડયું…
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડયું.
કવિ મેઘબિંદુની પંક્તિઓમાં રહેલી આર્દ્રતા ગદ્ગદ્ કરી મૂકે છેઃ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ?
અને છેલ્લે, કવિ તુષાર શુકલને ( Tushar Shukla ) દાદ દઈએ, તાળી આપીનેઃ
ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાળી
આ વધઘટ મનના કેમ, પ્રિયે લે તાળી…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta