News Continuous Bureau | Mumbai
Maharashtra Rajya Gujarati Sahitya Akademi : ગુજરાતી સાહિત્ય જેટલું સમૃદ્ધ છે એટલું જ અન્ય ભાષાઓનું સાહિત્ય પણ સમૃદ્ધ છે. બીજી ભાષામાંથી કંઈક ઉત્તમ ગુજરાતી ભાવકો સુધી પહોંચે એવા આશયથી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેઈએસ સંચાલિત ગુજરાતી ભાષાભવનના સહયોગમાં એક રસપ્રદ આયોજન કર્યું છે.

“ભાષાને શું વળગે ભૂર” ટાઈટલ હેઠળ આ કાર્યક્રમમાં મુંબઈ સમાચારના ભૂતપૂર્વ તંત્રી તથા લેખિકા પિંકી દલાલ , કન્નડ ભાષાની ખૂબ વખણાયેલી નવલકથા ” આવરણ” ( લેખક: ડૉ.એસ.એલ.ભૈરપ્પા) વિશે વાત કરશે.

અગાઉ પત્રકારત્વ તથા ટીવી શોઝ સાથે સંકળાયેલાં હેતલ દેસાઈ ક્રિષ્ના સોબતીની હિન્દી ભાષામાં લખાયેલી સંસ્મરણકથા ‘ ગુજરાત હિયર, અ ગુજરાત ધેર ‘ વિશે વાત કરશે. આ કથામાં જે ગુજરાત છે એ પાકિસ્તાનમાં આવેલા ગુજરાતની વાત છે.
કવયિત્રી પ્રતિમા પંડ્યા મન્નુ ભંડારીની હિન્દી ભાષામાં લખાયેલી નવલકથા ” આપકા બંટી” વિશે વાત કરશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીમાં અકાદમી અને ઝરૂખોના કાર્યક્રમનું આયોજન..

મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ તથા સંશોધક ડૉ.દર્શના ઓઝા આ ગોષ્ઠીનું સંચાલન કરશે. હાજર શ્રોતાઓ પણ પ્રશ્નો પૂછી શકશે.
આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. ૧૮ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૫.૩૦ વાગ્યે આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલ , ઈરાની વાડી, હેમુ કલાની ક્રોસ રોડ નંબર ૩, એશિયન બેકરીની સામેની ગલીમાં , કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે.
અકાદમી તથા ગુજરાતી ભાષાભવન આ જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા સહુને નિમંત્રણ પાઠવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.