Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે જાણીતા સ્વરકાર નિનુ મઝુમદાર અને વિનાયક વોરાની સ્મૃતિવંદના રૂપે એક કાર્યક્રમ..

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ભવન્સ કલ્ચરલ સેન્ટર,અંધેરીના સહયોગમાં બે ધુરંધર સ્વરકારનાં યોગદાનને યાદ કરી રહી છે. આ બંને સ્વરકાર છે નિનુ મઝુમદાર અને પંડિત વિનાયક વોરા!

Maharashtra Rajya Gujarati Sahitya Akademi This program will be organized by maharashtra state gujarati sahitya akademi

News Continuous Bureau | Mumbai 

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : નિનુભાઈએ ગુજરાતી ગીતો લખ્યાં, સ્વરબદ્ધ કર્યાં, ગાયાં પણ ખરાં , તે ઉપરાંત ૨૦ હિન્દી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે. તેઓ ૧૯૩૧માં મુંબઈ આવ્યા રવીન્દ્ર સંગીતનો અભ્યાસ કર્યો. થોડો વખત તેઓ ઉત્તર પ્રદેશમાં હતા.  ત્યાં ફોક મ્યુઝિકના વિવિધ સ્વરૂપો જેવા કે ચૈતી હોરી, દાદરા વગેરેમાં પણ એમને રસ પડ્યો. ૧૯૫૪માં તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો ( India Radio ) માં જોડાયા અને ગુજરાતી સુગમ સંગીતના નવાં ગાયકોને પ્લેટફોર્મ આપ્યું. ૧૯૪૨ થી ૧૯૬૭ વચ્ચે ૨૦ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું સાથે સાથે ૩૨ જેટલાં ગીતો પણ ગાયાં. ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે સંગીત આપ્યું હતું .

Join Our WhatsApp Community
This program will be organized by maharashtra state gujarati sahitya akademi

નિનુ મઝુમદાર

૧૯૨૯ માં જન્મેલા સ્વરકાર વિનાયક વોરાને સંગીત વારસામાં મળ્યું .એમના પિતા આચાર્ય નાનાલાલ વોરા સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત સંગીતજ્ઞ હતા. રાજકોટથી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ મુંબઈ ( Mumbai )  આવીને પંડિત યશવંતરાય પુરોહિત પાસે શાસ્ત્રીય ગાન શીખ્યા. વીણા જેવું એક વાદ્ય તેમણે બનાવ્યું હતું જેને ‘ તાર શહેનાઇ ‘તરીકે એમણે ઓળખાવ્યું હતું .દેશ વિદેશમાં સંગીતના ઘણા કાર્યક્રમ એમણે કર્યા. 

વિનાયક વોરા

આ બંને દિગ્ગજને એમનાં સ્વરાંકનો દ્વારા અંજલિ આપવાનો કાર્યક્રમ ૧૧ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૬.૩૦ વાગે એસ પી જૈન ઑડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી પશ્ચિમના સરનામે યોજાયો છે. જાણીતા સ્વરકાર, ગાયક, મ્યુઝિક કમ્પોઝર ઉદય મઝુમદાર એમના પિતાશ્રી નિનુ મઝુમદાર વિશે તથા જાણીતા મ્યુઝિક કમ્પોઝર ઉત્તંક વોરા એમના પિતાશ્રી વિનાયક વોરા વિશે કવિ સંજય પંડ્યા સાથે ગોષ્ઠી કરશે. આ બંને સ્વરકારનાં સ્વરાંકન ઉદય મઝુમદાર, ઝરણા વ્યાસ તથા મનીષા ડૉક્ટર રજૂ કરશે. આ કાર્યક્રમ માટે સંકલન સહાય કરી છે વિજય વ્યાસે.

આ સમાચાર પણ વાંચો : Egypt Economic Crisis : પાકિસ્તાન કરતાં પણ ગરીબ છે આ મુસ્લિમ દેશ, UAEને ‘વેચવા’ જઈ રહ્યો છે, ‘ધરતી પરનું સ્વર્ગ’..

આ સંગીતમય સાંજને માણવા પહોંચી જજો એસ પી જૈન ઑડિટોરિયમ , ૧૧ ફેબ્રુઆરીએ!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version