News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya Akademi : સાહિત્યના આદાન પ્રદાનના કાર્યક્રમ પછી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી એક એવો કાર્યક્રમ કરી રહી છે જેમાં મરાઠી તેમ જ ગુજરાતી રંગભૂમિના કલાકારો તી મી ફૂલરાણી, સંતુ રંગીલી કે અભિનય સમ્રાટ જેવા ખૂબ પ્રસિદ્ધ નાટકોનાં અંશ રજૂ કરશે. આ રજૂઆતની વિશેષ બાબત એ છે કે આ નાટકો મરાઠી ભાષામાંથી ( Marathi theatre ) ગુજરાતીમાં આવ્યાં છે અથવા ગુજરાતીમાંથી મરાઠી તખ્તા પર ગયાં છે.
આ નાટ્યઅંશો ( Gujarati theatre ) રજૂ કરનાર કલાકારો છે સુજાતા મહેતા, રમેશ ભિડે, સતીશ વ્યાસ, ડૉ. મોનિકા ઠક્કર, નિખિલા ઇનામદાર , પ્રવીણ વ્યાસ અને ડૉ.મોનિકા ઠક્કર. સંચાલન દુર્ગારાજ જોશી અને ડૉ.મોનિકા ઠક્કરનું છે. આ કાર્યક્રમની પરિકલ્પના નિરંજન પંડ્યાની છે.
ઓમકાર કલા મંડળ અને શ્રી કલા સંસ્કાર ન્યાસ , ડોંબીવલી આ કાર્યક્રમની સહયોગી સંસ્થા છે.
આ સમાચાર પણ વાંચો : Thane Borivali Tunnel: થાણેથી બોરીવલી મુસાફરી માત્ર 12 મિનિટમાં; નેશનલ પાર્કના જંગલોમાંથી પસાર થશે ભારતનો સૌથી લાંબો સબવે.. ‘આ’ વર્ષ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક
તારીખ 29 સપ્ટેમ્બર રવિવારે સાંજે 5 વાગે આ કાર્યક્રમ તિલકનગર વિદ્યામંદિર, તિલકનગર સ્કૂલ રોડ, ડોમ્બિવલી (પૂર્વ)ના સરનામે છે. ભાવકો સમયસર પહોંચી જશો .આ નિ: શુલ્ક જાહેર કાર્યક્રમ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.