PoetryEvent : ગુરુવારે સાંજે ‘ઝરૂખો ‘ના ઉપક્રમે બોરીવલી સાઈબાબા નગરમાં ભવ્ય મુશાયરો..

PoetryEvent : સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના સાહિત્યિક કાર્યક્રમ ઝરૂખાનું નામ છેલ્લા 17 વર્ષથી જાણીતું છે.

by Janvi Soni
PoetryEvent A grand poetry recital was held in Saibaba Nagar, Borivali on Thursday evening under the initiative of 'Zarukho'.

News Continuous Bureau | Mumbai

ગુરૂવાર તારીખ 7 મે ની સાંજે ઝરૂખો ,પ્રકાશક એન એમ ઠક્કર તથા પ્રજ્યોત સંઘવી ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય મુશાયરાનું(Mushaira) આયોજન થયું છે જેમાં વરિષ્ઠ ગઝલકાર જવાહર બક્ષી, ઉદયન ઠક્કર, હેમેન શાહ તથા કવિ મુકેશ જોશી અને કવિ સંજય પંડ્યા સહભાગી થશે.
બોરીવલીમાં આ પાંચ કવિઓ એક સાથે રજૂ થતા હોય એવો આ પહેલો પ્રસંગ છે .સાહિત્યના ચાહકો અહીં યોજાયેલા પુસ્તકમેળાનો પણ લાભ લઇ શકશે અને સાથે સાથે આ મુશાયરામાં પણ હાજરી આપી શકશે .
ગુરુવારે સાંજે સવા સાત વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમનું સ્થળ છે બેન્કવેટ હોલ ,ચોથા માળે, દૈવી ઈટરનીટી, ભાટિયા સ્કૂલની સામે ,સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ .સર્વ ભાવકોને હાજરી આપવા માટે આયોજકો નિમંત્રણ પાઠવે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More