News Continuous Bureau | Mumbai
Mumbai Gujarati Patrakar Sangh : મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ ( Mumbai Gujarati Patrakar Sangh ) સ્વર્ગસ્થ વિધ્યાગૌરી સુમનલાલ શાહ ટ્રસ્ટ (રજિસ્ટર્ડ) અને રેનિલ્સ વિઝન 2020ના સહયોગથી ગુજરાતી પત્રકારો ( Gujarati Journalists ) માટે ખાસ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સતત કૉમ્પ્યુટર પર કામ કરતા પત્રકારે આંખોની સંભાળ રાખવી ઘણી જરૂરી છે. સતત વ્યસ્ત રહેતા પત્રકારોની સુવિધા માટે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ દ્વારા રેનિલ્સ વિઝન 2020ના ભરતભાઈ શાહ સાથે મળી આઈ કેમ્પ ( Eye Camp ) નું આયોજન કર્યું છે. આઈ કેમ્પ દરમિયાન સંઘના સભ્ય તેમનાં પત્નીની પણ આંખોની ચકાસણી કરાવી શકશે.
Mumbai Gujarati Patrakar Sangh : ૩૦ જૂન ૨૦૨૪ના બોરિવલી ખાતે આઇ કેમ્પનું આયોજન
પત્રકારોના કામકાજના સમયને ધ્યાનમાં રાખી રવિવાર, તા. ૩૦ જૂન ૨૦૨૪ના સવારે 11 થી 3 દરમિયાન 1, સ્વાતિ, ચંદાવરકર ક્રોસ રોડ, ICICI બેન્ક અને N.M. મેડિકલની સામે, બોરિવલી ( Borivali ) (પશ્ચિમ), મુંબઈ-400 092 ખાતે આઇ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.
આઈ કેમ્પમાં આંખોની ચકાસણી, નંબર ચેકીંગ, મોતિયો વગેરેનું ચેકીંગ કરવામાં આવશે. ઉપરાંત જેમને વાંચવાના નંબર હશે તેમને માત્ર રીડિંગ માટેના ચશ્મા ફ્રી બનાવી આપવામાં આવશે. ઉપરાંત રેનિલ્સ વિઝન 2020ના ભરત શાહ તરફથી કેમ્પમાં ઉપસ્થિત રહેનાર તમામને ચા સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યોગ સત્રમાં લીધો ભાગ; કર્યો યોગાભ્યાસ . જુઓ વિડીયો..
જે પત્રકારબંધુ/ભગિની આઈ કેમ્પનો લાભ લેવા માંગતા હોય તેમણે તેમના નામો 28 જૂન, 2024 સુધીમાં 8369167323 (પી. સી. કાપડિયા) અને 9819861954 (વિપુલ વૈદ્ય)ને મોકલી આપવા.