News Continuous Bureau | Mumbai
Organ Donation: રાજકોટ ( Rajkot ) સિવિલ ખાતે ( Rajkot Civil ) કાર્યરત સ્કિન બેન્કને ( Skin Bank ) વધુ એક સ્કિન ડોનેશન ( Skin Donation ) મળતા હાલ સુધીમાં કુલ સાત લોકોનું સ્કિન ડોનેશન મળ્યું છે. સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રીવેદી એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ રિનેશભાઈ કોઠારીનું અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા સ્કિન ડોનેશનનો સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્કિન બેન્ક દ્વારા તેઓની સ્કિન લેવામાં આવી હતી. સિવિલના ખાતે પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો. મોનાલી માકડીયાએ સ્કિન બેન્ક ખાતે જમા સ્કિનની ઉપયોગીતા અંગે જણાવતા કહ્યું હતું કે, મૃતકના શરીર પરથી હાથ, પગ અને શરીરના કેટલાક ભાગ પરથી સહમતી મુજબ સ્કીન લેવામાં આવે છે. આ સ્કિન મેજર બર્ન્સના દર્દીઓ તેમજ ટ્રોમાના દર્દીઓમાં તેમજ બાયોલોજીકલ ડ્રેસિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આજ સુધીમાં સ્કિન બેન્કનો આશરે ૨૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે.
સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રીવેદોએ સ્કિન ડોનેશનના ઉમદા કાર્ય માટે વધુને વધુ લોકો આગળ આવે તેવી અપીલ કરી કહ્યું હતું કે, ઓર્ગન ડોનેશન થકી અનેક જરૂરિયતમંદ દર્દીઓને મદદરૂપ બની માનવીય કાર્યમાં સહભાગી બની શકાય છે.
સમાચાર પણ વાંચો : Parliament session : નવી સંસદના પહેલા જ ભાષણમાં PM મોદીની મોટી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ અને ફાયદાઓ જણાવ્યા…