News Continuous Bureau | Mumbai
સમગ્ર દેશની જેના પર નજર છે. તે ચિત્તા(Cheetah)નું આખરે ભારત(India)માં આગમન થઈ ગયુ છે. લગભગ 11 કલાકની મુસાફરી કરીને ચિત્તા નામિબિયાNamibia)થી ભારત પહોંચ્યા છે. પાંચ માદા અને ત્રણ નર ચિત્તાને લઈને વિમાને નામીબિયાની રાજધાની હોશિયાથી ઉડાન ભરી હતી.
PM Modi release of cheetahs
pic.twitter.com/BjCjqFCvqo— narne kumar06 (@narne_kumar06) September 17, 2022
નામીબિયાથી ખાસ વિમાન મારફતે 8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર(Gwalior) લાવવામાં આવ્યા છે. જેમાં 5 માદા અને 3 નર ચિત્તા સામેલ છે. બે નર ચિત્તાની ઉંમર સાડા પાંચ વર્ષની છે. બંને ભાઈઓ છે. પાંચ માદા ચિત્તા(Cheetah)માંથી એક બે વર્ષની, એક અઢી વર્ષની, એક ત્રણથી ચાર વર્ષની અને બે પાંચ-પાંચ વર્ષની છે.
આ ચિત્તાને પીએમ મોદી(PM Modi)એ આજે મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં આવેલા કુનો નેશનલ પાર્ક(Kuno National Park)માં ખુલ્લા મુક્યા છે. પીએમ મોદીએ ચિત્તાને છોડ્યા બાદ આ ચિત્તાઓની ફોટોગ્રાફી(Wildlife Photography) પણ કરી હતી. આ ઐતિહાસિક ક્ષણને પીએમ મોદીએ તેમના કેમેરામાં કેદ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આજે 72મા જન્મદિવસની ઉજવણી રહેશે અનોખી- આ ચાર અલગ અલગ જગ્યાએ આપશે હાજરી- જાણો તેમના ભરચક કાર્યક્રમ વિશે
ચિત્તાઓ નેશનલ પાર્કમાં છોડ્યા બાદ PM મોદીએ નામીબિયા દેશનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે 1947 જ્યારે દેશમાં માત્ર 3 જ ચિત્તા બચ્યા હતા, ત્યારે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો, ચિત્તાઓના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસ ન થયા. મને આનંદ છે કે આઝાદીના અમૃત કાળમાં કર્તવ્ય અને વિશ્વાસનો અમૃત, આપણી વિરાસત અને ધરોહર તથા ચિત્તાઓને ભારતની ધરતી પર પુનર્જીવિત કરી રહ્યો છે.
ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીને મળેલી 1200થી વધુ ભેટોની આજથી ઈ-હરાજી શરૂ- આ ગિફ્ટ્સ છે લિસ્ટમાં સામેલ- જાણો પૈસાનું શું કરશે વડાપ્રધાન