News Continuous Bureau | Mumbai
તમે પ્રાણી સંગ્રહાલય(Zoo) માં ગયા જ હશે. તમે જોયું હશે કે અહીં આવનાર દરેક વ્યક્તિ પ્રાણી(animles)ઓને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. કારણ કે, જેમને તે માત્ર ટીવી(Televison) પર જોતો હતો, તે અહીં તેની નજર સામે છે. આવી સ્થિતિમાં સિંહ(lion)ને જોતા જ લોકો સેલ્ફી લેવા તેની પાસે દોડી જાય છે. પરંતુ જ્યારે એક માણસ 'જંગલના રાજા' સાથે સેલ્ફી લેવા માટે પાંજરા પાસે પહોંચ્યો ત્યારે સિંહે એવું કામ કર્યું કે સાથીનો આખો મૂડ બગડી ગયો. તેનો વીડિયો(viral video) પણ સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો.
selfie pic.twitter.com/jd6rZWbhAR
—(@Gulzar_sahab) November 2, 2022
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો પાંજરામાં બંધ સિંહ(lion)ને જોઈને તેની સાથે ફોટો પડાવવા આવે છે. પરંતુ વીડિયો જોઈને લાગે છે કે જંગલના રાજા(King of forest) ના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો કોઈ માણસ પાંજરાની નજીક પહોંચે છે, સિંહ પાછળ ફરીને તેને એવું રૂપ બતાવે છે કે સેલ્ફી લેવાનો આખો મૂડ બગડી જાય છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટમાં લખ્યુ છે કે, સિંહ પર સેલ્ફી લેવાવાળોથી પરેશાન છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે