Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧

by Akash Rajbhar
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
NewsContinuous
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Loading
/

શ્રીમદ ભાગવત શ્રવણ નાં પાંચ ફળ છે. (૧) નિર્ભયતા (૨) નિઃસંદેહ તા (૩) હ્રદય માં પ્રભુ નો સાક્ષાત્ પ્રવેશ (૪) સર્વમાં ભગવદ દર્શન અને (૫) પરમ પ્રેમ. એ સર્વ મને પ્રાપ્ત થયાં છે. હે ભગવાન! ભાગવત નો પ્રથમ સ્કંધ સાંભળી મને પરમાત્મા ના જમણા ચરણ નાં દર્શન થયાં. બીજો સ્કંધ સાંભળી પરમાત્મા ના વામ ચરણ નાં દર્શન થયા. ત્રીજો અને ચોથો સ્કંધ સાંભળી પરમાત્મા ના બંને હસ્ત કમળ નાં દર્શન થયાં. પાંચમો અને છઠ્ઠો સ્કંધ સાંભળી પ્રભુ નાં બે સાથળ નાં દર્શન થયાં. સાતમા સ્કંધ સાંભળી કટિ ભાગ નાં. આઠમો નવ મોં સ્કંધ સાંભળી પ્રભુ નાં વિશાળ વક્ષ: સ્થળ નાં દર્શન થયાં. દશ મોં સ્કંધ સાંભળી પ્રભુ ના મુખારવિંદ નાં અને બે નયન નાં દર્શન થયા. અને એકાદશ સ્કંધ સાંભળી શ્રીનાથજી નો ઊંચો કરેલો હાથ મને દેખાય છે. દ્વાદશ સ્કંધ ની કથા સાંભળી મને લાગે છે, કે મારા ઠાકોરજી બે હાથ ઊંચા કરી મને બોલાવે છે. હવે મારે મારા પ્રભુનું ધ્યાન ધરવું છે. હું તેના આશ્રય છું. મારા પ્રભુનું સ્વરૂપ મને સર્વત્ર દેખાય છે. હવે હું ભગવાન પાસે જવાનો છુ. હું કૃતાર્થ થયો છુ. જુઓ તેઓ મને બોલાવી રહ્યા છે. મહારાજ! તમે કથા નથી કરી, પણ મને શ્રીકૃષ્ણ નાં દર્શન કરાવ્યા છે. આખું જગત બ્રહ્મ રૂપ છે તેવાં દર્શન આપે કરાવ્યા છે. તક્ષક જગત થી કયાં જુદો છે? તક્ષક પણ બ્રહ્મ રૂપ છે. આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છુ. આપે મારા ઉપર મહાન કૃપા કરી છે. શુકદેવજી કહે છે:-રાજન્! તું કૃતાર્થ થયો છે. રાજન્! તારા લીધે મને શ્રીકૃષ્ણ કથા કરવાનું મળ્યું. રાજા, તારા લીધે મને પ્રેમ માં તન્મયતા થઇ. મારા હ્રદય માં શ્રીકૃષ્ણ આવીને બિરાજમાન છે. રાજન્! આગળનો પ્રસંગ જોવાની મારી ઈચ્છા નથી. રાજન! હજુ તારા મનમાં કાંઈ શંકા હોય તો પ્રશ્ન કર. રાજન્! હું બ્રહ્મનિષ્ઠ છું.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦

તક્ષક અત્રે આવે અને મારી નજર પડશે, તો તક્ષક નું ઝેર પણ અમૃત બની જશે. પરીક્ષિતે ગુરુદેવ ને વંદન કરી કહ્યું, મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી, તમારા પ્રતાપે હું નિર્ભય થયો છું, નિર્લે૫ થયો છું. શુકદેવજી રાજા ને પૂછે છે, હવે હું જાઉં? કારણ કે જયાં સુધી હું અત્રે હાજર છું ત્યાં સુધી તક્ષક અત્રે આવી શકશે નહિ. પરીક્ષિત કહે છે:-ગુરુજી! આપની એક વખત હું પૂજા કરી લઉ. તે પછી આપને જે કરવું હોય તે કરો. રાજા પરીક્ષિતે શુકદેવજી ની પૂજા કરી. શુકદેવજી એ પરીક્ષિત રાજા ના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો તે જ વખતે પરીક્ષિત ને પરમાત્મા નાં દર્શન થયા છે. પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, જીવ અને બ્રહ્મ એક થયા છે. મોટા, મોટા ઋષિ ઓ આ સત્રમાં બેઠા હતા. તેઓને પરમ આશ્ચર્ય થયું છે. વ્યાસજી વિચારે છે, કે ભાગવત મેં મારા પુત્રને ભણાવ્યું, પણ તેનું તત્વ શુકદેવજી જેવું સમ જ્યા છે, તેવું હું પણ સમજ્યો નહિ. સર્વ ઋષિ ગણ માન આપે છે. મારા ગુરુદેવ શુકદેવજી ત્યાંથી અંતર્ધાન ન થયા છે. રાજા પરીક્ષિત ના શરીરમાંથી એક જ્યોતિ નીકળી. તે મહા જ્યોતિ સાથે મળી ગઇ. તે પછી તક્ષક ત્યાં આવે છે અને રાજા ના શરીરને કરડે છે. ધન્ય છે. ધન્ય છે. પરીક્ષિત ને કાળ કરડતાં પહેલાં જ તે ભગવાનના ધામ માં ગયો. પરીક્ષિત ની જેમ કાળ આવતાં પહેલાં જ તે ભગવાનના ધામ માં ગયો તે ધન્ય. સૂતજી કહે છે, હું તે વખતે ત્યાં બેઠો હતો. પરીક્ષિત નો મોક્ષ મેં નજરે જોયો. સૂતજી બોલ્યા:-આ પ્રમાણે શ્રીમદ ભાગવત માં સર્વ પાપ નો નાશ કરનારા ઇન્દ્રિયો ના નિયંતા ભગવાન શ્રી હરિનું સાક્ષાત્ વર્ણન કર્યું. આ જ્ઞાનસત્ર છે. કથા વાંચીને કાંઈ પણ જીવનમાં ઉતારો, તો કથા વાંચી સાર્થક થાય. કથા સાંભળીને કાંઈ પણ જીવનમાં ઉતાર શો, તો કથા સાંભળી સાર્થક થશે. સત્કર્મ ની સમાપ્તિ હોતી નથી. જીવનની સમાપ્તિ સુધી, સત્કર્મ કરજો. આ કથા સાંભળવા માં વક્તા શ્રોતાથી જાણે અજાણે પ્રમાદ થી દોષ થઇ ગયા હોય તો તેનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે, મોટેથી ત્રણ વાર શ્રી હરયે નમ: બોલો એટલે સર્વ દોષ બળી જાય. કારણ કે એ તો સર્વ વિદિત છે કે મનુષ્ય પડતી વખતે, ઠોકર ખાય ત્યારે, દુઃખી હોય ત્યારે, છીંક ખાય ત્યારે અથવા વિવશ અવસ્થા માં આવી પડે ત્યારે, મોટે સ્વર થી શ્રી હરયે નમ: બોલે તો તેનાં સર્વ પાપ નો નાશ થાય છે. તે સર્વ પાપ માંથી મુક્ત થાય છે. પતિત: સ્ખલિતશ્ર્ચાર્ત: ક્ષુત્ત્વા વા વિવશો બ્રુવન્ । હરયે નમ ઈત્યુચ્ચૈર્મુચ્યતે સર્વપાતકાત્ ।। ભા.સ્કં.૧૨.અ.૧૨.શ્ર્લો.૪૬. અંતમાં જેમનું નામ સંકીર્તન સર્વ પાપ નો નાશ કરે છે અને જેમને કરેલા પ્રણામ સર્વ દુ:ખ ને શાંત કરે છે, તે પરમેશ્વર શ્રીહરિ ને હું નમસ્કાર કરું છું. નામસઙ્કીર્તનં યસ્ય સર્વપાપપ્રણાશનમ્ । પ્રણામો દુ:ખશમનસ્તં નમામિ હરિં પરમ્ ।। ભા.સ્કં.૧૨.અ.૧3.શ્ર્લો.૨3. ।।ઈતિ દ્વાદશ: સ્કંધ: સમાપ્ત:।। ।। સમ્પૂર્ણોડયં ગ્રન્થ:।। ।। શ્રીમદ્ ભાગવતપ્રકાશ સમાપ્ત ।। હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More