Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦

by Akash Rajbhar
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
NewsContinuous
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Loading
/

સ્કંધ બાર બાર મા સ્કંધ માં આશ્રય લીલા છે. ભાગવત નું પ્રતિપાધ તત્ત્વ આશ્રય જ છે. તે પછી પરીક્ષિત પ્રશ્ન પૂછે છે:~હવે ભગવાન શ્રી કૃષ્ણ પરધામ પધારી ગયા ત્યારે આ પૃથ્વી ઉપર કોનું રાજ્ય થયું? અને કોનું રાજ્ય થશે? તે મને કહો. શુકદેવજી બોલ્યા:-જરાસંધ ના પિતા બૃહદ્રથ ના વંશમાં છેલ્લો રાજા થશે પુરંજય. તેના મંત્રીનું નામ હશે શુનક. તે પોતાના સ્વામીને મારી, પોતાના પુત્ર પ્રદ્યોતને ગાદી ઉપર બેસાડશે. તે પછી આ ભરતખંડ માં નંદ, ચંદ્ર ગુપ્ત વગેરે રાજાઓ થશે, તે પછી અશોક નામનો રાજા રાજ્ય કરશે. ત્યાર પછી આઠ યવન અને દશ ગોરા રાજાઓ રાજ્ય કરશે. કળિયુગ ના દુષ્ટ રાજાઓ ભારતના ટુકડા કરશે, ભારતને છિન્નભિન્ન કરી નાખશે. કલિ ના દુષ્ટ રાજાઓ ગાયોનો વધ કરશે. પ્રજાનું ખૂન ચૂસી પૈસા ભેગા કરી, બંગલા બાંધશે. બ્રાહ્મણો વેદ, સંધ્યા હીન થશે. ભાગવત માં કળિયુગ નાં જે લક્ષણો બતાવ્યાં છે, તે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ. કળિયુગમાં કુટુંબનું ભરણ- પોષણ કરવું એ જ ચતુરાઈ લેખાશે અને કીર્તિ માટે જ ધર્મનું સેવન કરવામાં આવશે. હે રાજન્! કળિયુગ પૂરો થવા આવશે, ત્યારે ભગવાન ધર્મનું રક્ષણ કરવા કલ્કિ અવતાર ધારણ કરશે. પૃથ્વી ઉપર અનેક મહાન રાજાઓ થઈ ગયા, પરંતુ બધા નાશ પામ્યા છે. દાક્ષ્યં કુટુમ્બભરણં યશોર્થે ધર્મસેવનમ્ । કળિયુગમાં પુરુષો સ્ત્રીને વશ રહેશે સ્ત્રૈણા: કલૌ નરા: । તો મનુષ્યે તે ઉપરથી બોધ લઈ, સ્વાર્થ માટે કોઇ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો. બાર મા સ્કંધ માં કળિયુગ ના દોષ અને તેનાથી બચવા ના ઉપાય બતાવ્યાં છે. મોટા માં મોટો ઉપાય છે, ભગવાન્નામસંકીર્તન.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯

કળિયુગ ના દોષ અનેક છે, પણ તેનો એક મોટો સદગુણ છે. કળિયુગ માં જે કૃષ્ણ કીર્તન કરશે, તેના ઘરે કળિ આવશે નહિ. કળિયુગમાં કૃષ્ણ કીર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુકદેવજી પરીક્ષિત રાજા ને કહે છે:-હે રાજન્, કળિયુગ ના દોષ ગણ્ય ગણાય નહિ તેટલા છે. કળિયુગ દોષ નો ભંડાર છે. પણ તેનો એક મોટો ગુણ છે કે કળિયુગમાં શ્રીકૃષ્ણ નું કીર્તન કરવાથી જ મનુષ્ય સર્વ સંગ થી છુટી, સર્વ પાપ થી છુટી પરમાત્માને પામે છે. કલેર્દોષનિધે રાજન્નસ્તિ હ્યેકો મહાન્ ગુણ: । કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તસઙ્ગ: પરં વ્રજેત્ ।। ભા.સ્કં.૧૨.અ.3. શ્ર્લો.પ૧. તેમજ સાંભળો:-કૃતે યદ્ ધ્યાયતો વિષ્ણું ત્રૈતાયાં યજતો મખૈ: । દ્વાપરે પરિચર્યાયાં કલૌ તદ્ધરિકીર્તનાત્ ।। ભા.સ્કં.૧૨.અ.3. શ્ર્લો.પ૨. સત્યયુગમાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી જે મુક્તિ મળતી, ત્રેતાયુગ માં મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરવાથી અને દ્વાપર યુગ માં વિધિપૂર્વક વિષ્ણુની પૂજા સેવા કરવાથી જે ફળ મળતું, તે ફળ કળિયુગમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી મળે છે. ભગવાનના નામનો જપ કરવાથી મળે છે. મરતા વેળાએ લોકોએ પરમેશ્વર નું ધ્યાન કરવું. એટલે ભગવાન તેને પોતાના સ્વરૂપમાં લઈ જાય છે. હે રાજન! તક્ષક નો આવવા નો સમય નજીક છે, તેથી તમારા હ્રદય માં કેશવ ભગવાન ને સ્થાપન કરો, એટલે પરમ ગતિ ને પામો. શુકદેવજી કહે છે:-હે રાજન્! જન્મ અને મરણ એ શરીરના ધર્મ છે, આત્માના નથી. તેથી હું મરી જઈશ, એવી પશુ બુદ્ધિ તજી દો. આત્મા અજર અને અમર છે. ઘડો ફૂટી જતાં તેમાં નું આકાશ બહારના વ્યાપક મહા આકાશ સાથે મળી જાય છે. તેમ મરણ પામતા જીવ બ્રહ્મ રૂપ થાય છે. શુકદેવજી એ પરીક્ષિત રાજા ને આજ્ઞા કરી છે. રાજા, આજે છેલ્લો દિવસ છે. તક્ષક ને આવવા નો સમય થયો છે. તારા શરીરને તક્ષક કરડે. એ તારા શરીરને બાળી શકશે, આત્મા ને નહી. તારો આત્મા પરમાત્મા સાથે મળી જશે. રાજન! આ શરીરથી તું જુદો છે. આત્મા પરમાત્માનો અંશ છે. તેને તક્ષક કરડી શકશે નહી. હવે અંતે હું તને મહાવાકય નો ઉપદેશ આપુ છું. અહં બ્રહ્મ પરં ધામ બ્રહ્માડં પરમં પદમ । હું જ પરમાત્મા રૂપ છું અને પરમપદ રૂપ જે બ્રહ્મ છે, તે પણ હું જ છુ" એમ વિચારી તમારા આત્મા ને બ્રહ્મ માં સ્થાપન કરી દો. કાળ તક્ષક એ શ્રીકૃષ્ણનો જ અંશ છે. શરીર નાશવંત છે, આત્મા અમર છે. હવે કાંઈ વધારે સાંભળવાની તમારી ઈચ્છા છે? તમારી કાંઈ ઇચ્છા હોય તો બોલો, કારણ કે જયાં સુધી હું અહીં છું, ત્યાં સુધી તક્ષક અત્રે આવી શકવા નો નથી. પરીક્ષિત રાજા શુકદેવજી મુનિને કહે છે:-હે ભગવાન! હે ગુરુજી, તમે મને વ્યાપક બ્રહ્મ નાં દર્શન કરાવ્યા છે. હું નિર્ભય થયો છું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More