• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Results for bjp - Page 4
Search results for

"bjp"

Ashish Shelar dominates BJP North Mumbai ticket distribution maharashtra assembly election
મુંબઈMain PostTop Postvidhan sabha election 2024રાજકારણ

Ashish Shelar BJP Mumbai: ઉત્તર મુંબઈની ટિકિટ વહેચણીમાં આશિષ શેલારનો દબદબો..

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ashish Shelar BJP Mumbai: ઉત્તર મુંબઈની ટિકિટ વહેચણીમાં મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલાર નો દબદબો દેખાઈ રહ્યો છે. એક તરફ તેમના સગા મોટાભાઈ વિનોદ શેલારને મલાડ વિધાનસભા સીટથી ભાજપે ( BJP  ) ઉમેદવાર ઘોષિત કર્યા છે ત્યારે બીજી તરફ બોરીવલી ખાતેથી સંજય ઉપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય અન્ય તમામ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. કહેવાનો મતલબ સાફ છે કે જે જગ્યાએ ઉમેદવાર બદલવાનો સ્કોપ હતો તે જગ્યાએ આશિષ શેલાર ( Ashish Shelar ) સંપૂર્ણ રીતે સફળ રહ્યા 

આ સમાચાર પણ વાંચો :  BJP Maharashtra Assembly Election : બોરીવલીનો પડદા પાછળનો ખેલ: આશિષ શેલારનો રેફરન્સ અને અમિત શાહે મત્તું માર્યું. જાણો સંજય ઉપાધ્યાય ને કઈ રીતે ટિકિટ મળી.

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
know how Sanjay Upadhyay got bjp ticket in maharashtra assembly election
મુંબઈMain PostTop Postvidhan sabha election 2024રાજકારણ

BJP Maharashtra Assembly Election : બોરીવલીનો પડદા પાછળનો ખેલ: આશિષ શેલારનો રેફરન્સ અને અમિત શાહે મત્તું માર્યું. જાણો સંજય ઉપાધ્યાય ને કઈ રીતે ટિકિટ મળી.

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

BJP Maharashtra Assembly Election : બોરીવલીમાં અનેક દિગ્ગજો તેમને ટિકિટ મળે તેનું લોબિંગ કરી રહ્યા હતા. ભૂતપૂર્વ ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટી નારાજ થઈને બેઠા હતા તેમજ અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આ સાથે જ પાર્ટી પાસે ટિકિટ માંગી રહ્યા હતા. બીજી તરફ સુનીલ રાણે પોતાની માટે વધુ એક વખત ટિકિટ માંગી રહ્યા હતા. આ સાથે જ ઉત્તર મુંબઈના જિલ્લા અધ્યક્ષ ગણેશ ખણકર,‌ ખુદ વિનોદ તાવડે, શરદ સાટમ અને આ ઉપરાંત બીજા અનેક નેતાઓ રેસમાં હતા. પરંતુ પસંદગીનો કળશ સંજય ઉપાધ્યાયના ( Sanjay Upadhyay ) પર ઢોળાયો. આ ખેલ કઈ રીતે થયો? 

વાત એમ છે કે બોરીવલી ( Borivali )  ની વિધાનસભા સીટ પર કોને ટિકિટ મળવી જોઈએ તે સંદર્ભે ભાજપની દિલ્હી અને માલાબાર હીલની ઓફિસમાં સામાન્ય સહમતી ન બની. ગોપાળ શેટ્ટીએ ( Gopal Shetty ) સુનિલ રાણે નો જોરદાર વિરોધ કર્યો અને અપક્ષ ઉભા રહેવાની ધમકી આપી. બીજી તરફ વિનોદ તાવડે અને પાર્ટીના હાઈ કમાન્ડે સુનિલ રાણેનો વિરોધ કર્યો. આખરે એક નામ સંદર્ભે અંતિમ નિર્ણય અશક્ય બન્યો. 

આ સમાચાર પણ વાંચો :  BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીના ભાજપના નેતા-કાર્યકર્તાઓ માટે મોટા સમાચાર. હવે રસ્તા કિનારે ડફલી વગાડો….

પરિણામ સ્વરૂપ આશિષ શેલારે અમિતભાઈ અને દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે સમજૂતી સાધી તેમજ બોરીવલી ખાતે પોતાના ઉમેદવારનું નામ પાસ કરાવી લીધું. આ સાથે જ સંજય ઉપાધ્યાયનો વિધાનસભા પહોંચવાનો રસ્તો ખુલી ગયો

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
BJP Maharashtra Election 2024 ,BJP, BJP mumbai ,Maharashtra Election 2024, BJP borivali , Maharashtra assembly Election 2024
vidhan sabha election 2024મુંબઈ

BJP Maharashtra Election 2024 : બોરીવલી વિધાનસભા સીટ એટલે ભાજપ માટે ટ્રોફી સીટ, જે મોટા નેતાની સારી ચમચાગીરી કરે તેને પુરસ્કાર સ્વરૂપે બોરીવલીની ટિકિટ મળે.

by kalpana Verat October 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

BJP Maharashtra Election 2024 : બોરીવલી વિધાનસભાની સીટ ભાજપ માટે એક ટ્રોફી સીટ છે. એનો અર્થ એવો થાય છે કે આ સીટ એવા વ્યક્તિને આપવામાં આવે છે જે ભાજપના નેતાની ચાટુકારીતા કરવામાં માહેર હોય. જે વ્યક્તિ મહારાષ્ટ્ર ભાજપના નેતા અથવા કેન્દ્રીય ભાજપના નેતાની ચર્ચાગીરી કરે અને આ ચમચાગીરી સતત વર્ષો સુધી કરે તેને પુરસ્કાર સ્વરૂપે પાંચ વર્ષ માટે બોરીવલીના ધારાસભ્ય બનવાનો મોકો મળે છે.

ગત ત્રણ સમયથી ભારતીય જનતા પાર્ટી બોરીવલી થી એવા વ્યક્તિને ટિકિટ આપે છે જેનો બોરીવલી સાથે કોઈ સંબંધ નથી. આ ટિકિટ ત્યાં સુધી આપવામાં આવશે જ્યાં સુધી ભાજપના ઉમેદવારો અહીંથી જીતશે.

BJP Maharashtra Election 2024 : કાર્યકર્તા ગમે તેટલું કામ કરે તેને ટિકિટ મળવાની નથી

સ્થાનિક કાર્યકર્તાની પાર્ટીમાં કોઈ જ હેસિયત નથી. તે ગમે તેટલું કામ કરે તેને ટિકિટ મળવાની નથી. તો જે કોઈ વ્યક્તિને ભાજપ તરફથી બોરીવલી ની ટિકિટ જોઈતી હોય તે વ્યક્તિએ બોરીવલીમાં રહેવાની કે ત્યાં કામ કરવાની કોઈ જરૂર નથી. તેણે માત્ર મોટા નેતાઓના બારણે ચપ્પલ ઘસવાના તેમજ તેમની ચાટુકારીતા કરવી અને લાંગુચાલન પણ કરવાનું.

આ છે બોરીવલીની અસલી હકીકત….

આ સમાચાર પણ વાંચો:  બોરીવલીનું રાજકારણ, વોટ ગુજરાતી પાસેથી લેવાના અને ટિકિટ બહારના ને આપીને રોલો પાડવાનો… ભાજપની બેવડી નીતિ બહાર આવી..

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
BJP Maharashtra Assembly Elections 2024 Big news for BJP leaders-activists of Borivali
મુંબઈMain PostTop Postvidhan sabha election 2024રાજકારણ

BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીના ભાજપના નેતા-કાર્યકર્તાઓ માટે મોટા સમાચાર. હવે રસ્તા કિનારે ડફલી વગાડો….

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

BJP Maharashtra Assembly Elections 2024:  રાજનીતિમાં જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશ કરતી હોય છે ત્યારે તેની ઈચ્છા નેતા બનવાની હોય છે. ઉત્તર મુંબઈ પણ આ નીતિ નિયમ અને સિદ્ધાંતથી ઉપર નથી. બોરીવલી માં ગુજરાતી અને અન્ય જમાતના કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરે છે. તેઓ પાસે આંદોલનો કરાવવામાં આવે છે તેમજ નિવેદનો લખાવવામાં આવે છે અને બદલીમાં તેઓના નાના મોટા કામ એક ભિખારીની માફક કરવામાં આવે છે. 

BJP Maharashtra Assembly Elections 2024:  નેતાગીરીની તો વાત જ શું કરવી? 

ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તાઓ એવું સમજે છે કે સમયની સાથે તેમનો રાજનૈતિક ( BJP Maharashtra Assembly Elections 2024 ) વિકાસ થશે. કોઈને મોટું પદ મળશે, કોઈ ચૂંટણી લડશે તો કોઈ સરકારી સિસ્ટમમાં ફિક્સ થશે. પરંતુ બોરીવલીમાં તો આવું કંઈ થતું જ નથી. રસ્તાનો કાર્યકર્તા એટલે ખરેખર રસ્તાનો કાર્યકર્તા. અને તેમાં પણ ધારાસભ્ય બનવાનું સપનું જોવું એ ગુનો છે. કારણ કે ધારાસભ્યતો ( BJP MLA ) એ વ્યક્તિ બને છે જે ભાજપના નેતાનો ચાટુકાર હોય. બોરીવલીમાં ધારાસભ્ય ગમે તે વ્યક્તિ બની શકે છે. માત્ર સ્થાનિક વ્યક્તિ નહીં…

આ સમાચાર પણ વાંચો :  BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીનું રાજકારણ, વોટ ગુજરાતી પાસેથી લેવાના અને ટિકિટ બહારના ને આપીને રોલો પાડવાનો… ભાજપની બેવડી નીતિ બહાર આવી..

તો સવાલ એ છે કે સ્થાનિક વ્યક્તિએ એટલે કે સ્થાનિક કાર્યકર્તાએ( BJP workers )  શું કરવાનું? જવાબ છે રસ્તાના કિનારે ઊભા રહીને ડફલી વગાડવાની…

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Assembly Elections BJP has given ticket to a person named Sanjay Upadhyay from Borivali.
મુંબઈTop Postvidhan sabha election 2024રાજકારણ

BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીનું રાજકારણ, વોટ ગુજરાતી પાસેથી લેવાના અને ટિકિટ બહારના ને આપીને રોલો પાડવાનો… ભાજપની બેવડી નીતિ બહાર આવી..

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

BJP Maharashtra Assembly Elections 2024:  સંસ્કૃતમાં એક કહેવત છે ‘અતિ પરિચિતમ અવજ્ઞા ભવતી’ બોરીવલી વિધાનસભા ક્ષેત્ર અને ભાજપ માટે આ કહેવત લાગુ પડે છે. વાસ્તવિક હકીકત એ છે કે બોરીવલી વિધાનસભા ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવે છે. પરિણામ સ્વરૂપ ભાજપના નેતાઓ ઉત્તર મુંબઈને અને ખાસ કરીને બોરીવલીને કચરો સમજે છે. અહીં વસતા ગુજરાતીઓ અને ધનિક લોકો પાસેથી તેમને વોટ અને નોટ બંને જોઈએ છે પણ જ્યારે નેતાગીરીની વાત આવે ત્યારે ભાજપ અંગૂઠો દેખાડે છે.  

વાત શરૂ થાય છે ત્રણ ચૂંટણી પહેલાથી. ભારતીય જનતા પાર્ટીએ ( BJP ) વિનોદ તાવડે જેવા કદાવર નેતાને બોરીવલીથી ટિકિટ આપી. આ સમયે લોકોને એવું લાગી રહ્યું હતું કે કોઈ મોટા નેતાની બોરીવલીમાં એન્ટ્રી થઈ જેથી બોરીવલીનો ફાયદો થશે. ફાયદો થાય કે ન થાય પાંચ વર્ષની અંદર સુનિલ રાણે નામના વ્યક્તિને ભાજપ એ બોરીવલીના ધારાસભ્ય બનાવ્યા. ત્યારે પણ દેકારો મચ્યો હતો. હવે ત્રીજી વખત સંજય ઉપાધ્યાય નામના વ્યક્તિને ટિકિટ આપી છે. આ વ્યક્તિને બોરીવલી ( Borivali ) સાથે કોઈ સંબંધ નથી. તેઓ મુંબઈ પાર્ટીના મહાસચિવ છે. તેમજ મુંબઈ ભાજપનું ( BJP Mumbai ) કામ કરે છે એટલે પુરસ્કાર સ્વરૂપે બોરીવલીના ધારાસભ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 

આ સમાચાર પણ વાંચો :  Nita Ambani Health Seva Plan: નીતા અંબાણીએ નવી આરોગ્ય સેવા યોજનાની કરી જાહેરાત, 50 હજાર મહિલાઓ માટે આ કેન્સરનું થશે નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર.

આમ ભારતીય જનતા પાર્ટીએ (  Maharashtra Assembly Elections 2024 ) બોરીવલીને એક કચરાનો ડબ્બો સમજી રાખ્યો છે

 

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi hailed completion of the Ironman Challenge by MP Tejasvi Surya as a commendable achievement
દેશ

PM Modi Tejasvi Surya: BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ આયર્નમેન ચેલેન્જને કર્યું સફળતાપૂર્વક પૂર્ણ, PM મોદીએ પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi Tejasvi Surya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​કર્ણાટકના લોકસભાના સાંસદ તેજસ્વી સૂર્યા દ્વારા આયર્નમેન ચેલેન્જને ( Ironman Challenge )  સફળતાપૂર્વક પૂર્ણ કરવાને પ્રશંસનીય સિદ્ધિ તરીકે બિરદાવી હતી.

PM Modi Tejasvi Surya: X પર એક પોસ્ટમાં PM મોદીએ ( Narendra Modi ) લખ્યું:

“પ્રશંસનીય પરાક્રમ!

મને ખાતરી છે કે આનાથી ઘણા વધુ યુવાનોને ( Tejasvi Surya ) ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા મળશે.”

Commendable feat!

I am sure this will inspire many more youngsters to pursue fitness related activities. https://t.co/zDTC0RtHL7

— Narendra Modi (@narendramodi) October 27, 2024

આ સમાચાર પણ વાંચો: Stock Market updates : દિવાળી પૂર્વે શેરબજારમાં મંદી ને લાગી બ્રેક, સેન્સેક્સ 251 અંક ઉછળ્યો.. આ શેર કરાવી રહ્યા છે કમાણી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Waqf Board JPC Meeting Waqf Board JPC Meeting Turns Violent; TMC MP Injured Amid Heated Debate
દેશ

Waqf Board JPC Meeting : વકફ બોર્ડની બેઠકમાં હંગામો,વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા બાખડ્યા, ટીએમસી સાંસદને હાથમાં વાગી કાચની બોટલ; જુઓ વિડીયો

by kalpana Verat October 22, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Waqf Board JPC Meeting : વકફ (સુધારા) બિલ-2024 પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક ( JPC Meeting ) માં આજે ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી ગુસ્સામાં આવી ગયા અને ટેબલ પર પાણીની બોટલ ફેંકી દીધી. આ ઘટનામાં તે પોતે પણ ઘાયલ થયા હતા. આ મામલામાં બેનર્જી પર અનિયંત્રિત વર્તનનો આરોપ લગાવીને તેમને એક દિવસ માટે મીટિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Waqf Board JPC Meeting : આ રીતે હંગામો શરૂ થયો

મીડિયા રિપોર્ટ મુજબ આજે બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશો અને વકીલોના મંતવ્યો સાંભળવાના હતા. વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો કે તેને વકફ બિલ સાથે શું લેવાદેવા છે. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ( TMC MP ) કલ્યાણ બેનર્જી ( Kalyan Banerjee ) અને કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભાજપના નેતા અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે વિવાદ ( Heated debate ) થયો હતો. જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ સ્પીકરની તરફ પાણીની બોટલ ફેંકી અને તેને ટેબલ પર પછાડી દીધી. આ દરમિયાન બોટલ તૂટવાને કારણે કલ્યાણ બેનર્જીના હાથમાં ઈજા થઈ હતી. આ પછી તેમને સભામાંથી બહાર લઈ જઈને પાટો બાંધવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યો છે જે દર્શાવે છે કે તેને ફરીથી મીટિંગમાં લઈ જવામાં આવી રહ્યો છે. આમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અસદુદ્દીન ઓવૈસી જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra election 2024 : કોંગ્રેસે ભૂલોમાંથી શીખ્યો પાઠ, મહારાષ્ટ્રમાં નાના પટોલેને કર્યા સાઈડલાઈન… આ નેતાને સોંપી સીટ વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી કરવાની જવાબદારી..

Waqf Board JPC Meeting : જુઓ વિડીયો 

#BREAKING
Scuffle broke out during the Waqf JPC meeting in Parliament. According to eyewitnesses to the incident, TMC MP Kalyan Banerjee picked up a glass water bottle kept there and hit it on the table and hurt himself by accident! More details awaited.

Source : ANI… pic.twitter.com/MygAXz3b7W

— Dr. Abhinaba Pal (@abhinabavlogs) October 22, 2024

 

હાલમાં, કલ્યાણ બેનર્જીને’અભદ્ર’ વર્તન માટે સમિતિમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lakhimpur Kheri BJP MLA Lakhimpur Kheri Viral Video, BJP MLA Yogesh Verma Gets SLAPPED In Front Of Cops By Advocate
રાજ્યMain PostTop Post

Lakhimpur Kheri BJP MLA : લખીમપુર માં BJP MLA યોગેશ વર્માની સાથે મારપીટ, પોલીસ સામે જ ધારાસભ્યને મારી દીધી થપ્પડ.. જુઓ વિડીયો..

by kalpana Verat October 9, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Lakhimpur Kheri BJP MLA : ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બીજેપી ધારાસભ્ય યોગેશ વર્મા પર જાહેરમાં મારપીટ થતાં હંગામો મચી ગયો હતો. મીડિયા રીપ્રોત મુજબ ડઝનબંધ પોલીસકર્મીઓની હાજરીમાં બાર એસોસિએશનના પ્રમુખ એ ધારાસભ્યને થપ્પડ મારી હતી. આ બનાવથી સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શુ છે આખો મામલો…

Lakhimpur Kheri BJP MLA : જુઓ વિડીયો 

 

यूपी के लखीमपुर खीरी में BJP विधायक योगेश वर्मा को मारा थप्पड़

बार एसोसिएशन के अध्यक्ष अवधेश सिंह ने विधायक जी को मारा थप्पड़

शहरी सहकारी बैंक चुनाव के दौरान हुआ विवाद pic.twitter.com/vw76L999yU

— Priya singh (@priyarajputlive) October 9, 2024

Lakhimpur Kheri BJP MLA :  ધારાસભ્ય યોગેશ વર્માને જાહેરમાં લાફો ઝીંકી દીધો દીધો 

પ્રાપ્ત માહિતી અનુસાર, અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીને લઈને બાર એસોસિએશનના પ્રમુખ અને સદરના ધારાસભ્ય યોગેશ વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે આજે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા બાર એસોસિએશનના પ્રમુખ એ પોલીસકર્મીઓની સામે જ ધારાસભ્ય યોગેશ વર્માને જાહેરમાં લાફો ઝીંકી દીધો દીધો હતો. આ પછી અન્ય વકીલોએ પણ ધારાસભ્યને ઘેરી લીધા અને મારપીટ કરી. લડાઈ દરમિયાન ધારાસભ્ય અને તેમના સહયોગીઓ બાર એસોસિએશનના પ્રમુખ તરફ દોડ્યા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. ભારે મુશ્કેલીથી પોલીસે દરમિયાનગીરી કરીને બંને પક્ષોને અલગ કર્યા હતા. આ દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું અને શહેરની અર્બન કોઓપરેટિવ બેંક સામે ભારે હોબાળો થયો હતો.

આ સમાચાર પણ વાંચો: OLA Electric Scooter Fire: ભરબપોરે રસ્તાની વચ્ચે ઓલાની સ્કૂટરમાં ભભૂકી આગ, સ્કૂટર ચાલકનો માંડ બચ્યો જીવ..

Lakhimpur Kheri BJP MLA : શું છે મામલો 

આ ઘટના બાદ  મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું કે, અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે, ભાજપના કાર્યકરો નામાંકન લેવા આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા ટ્રેડ યુનિયનના નેતા રાજુ અગ્રવાલને માર મારવામાં આવ્યો અને તેમનું પેમ્ફલેટ ફાડી નાખવામાં આવ્યું. જ્યારે હું તેને મળવા આવ્યો ત્યારે વકીલ એ પર મારા પણ ઉપાડ્યો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
BJP Sunil Jakhar Blow to BJP, Jakhar quits as Punjab unit chief ahead of panchayat poll
રાજ્ય

BJP Sunil Jakhar : પંજાબમાં પંચાયત ચૂંટણી પહેલા જ ભાજપને ઝટકો! આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું..

by kalpana Verat September 27, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 BJP Sunil Jakhar :

  • હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે પંજાબમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. 

  • સુનીલ જાખડે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.

  •  તેમને એક વર્ષ પહેલા જ પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી હતી. 

  • મીડિયા રિપોર્ટ અનુસાર તેમના રાજીનામા અંગે તેમણે મૌન જાળવી રાખ્યું છે અને હાઈકમાન્ડે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.

  • અટકળો છે કે રવનીત સિંહ બિટ્ટુને મંત્રી બનાવવાથી જાખડ નારાજ હતા.તેથી સુનિલ જાખડ રાજ્ય કારોબારીની મહત્વની બેઠકોથી અંતર બનાવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : BJP MP Kangana Ranaut : સુપરસ્ટાર કંગના રનૌત ભાજપ માટે બની માથાનો દુખાવો ? ચૂંટણીની મોસમ વચ્ચે આ કારણે તણાવ વધ્યો; સ્પષ્ટતા માટે વીડિયો જાહેર કરવો પડ્યો..

 

Many media houses are reporting that BJP President Sunil Jakhar has resigned from his post. However, there is no official confirmation yet from Sunil Jakhar’s team or BJP leaders. #Punjab #BJP #SunilJakhar pic.twitter.com/WCJyd3ohi8

— Gagandeep Singh (@Gagan4344) September 27, 2024

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
BJP MP Kangana Ranaut Personal remarks-BJP distances from Kangana Ranaut’s ‘bring back farm laws’ remark
દેશMain PostTop Post

BJP MP Kangana Ranaut : સુપરસ્ટાર કંગના રનૌત ભાજપ માટે મોટી માથાનો દુખાવો બની, ચૂંટણીની મોસમ વચ્ચે આ કારણે તણાવ વધ્યો; સ્પષ્ટતા માટે વીડિયો જાહેર કરવો પડ્યો..

by kalpana Verat September 25, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

BJP MP Kangana Ranaut : હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગના રનૌતના નિવેદનો ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. તાજેતરમાં જ કંગનાએ એવા બે નિવેદન આપ્યા છે, જેના પર ભાજપે તરત જ પોતાને દૂરી લીધી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ વતી નિવેદન આપવા માટે અધિકૃત નથી. પ્રથમ, કંગનાએ ખેડૂતોના આંદોલન અને પછી ત્રણ કૃષિ કાયદાઓ અંગે જે કહ્યું, તેના વિરુદ્ધ પાર્ટીમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે. કૃષિ કાયદા અંગે કંગના રનૌતે પહેલા કહ્યું હતું કે મને ખબર છે કે વિવાદ થશે, પરંતુ મને લાગે છે કે ત્રણ રદ્દ કરાયેલા કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ. ખેડૂતોએ પણ આ માંગ કરવી જોઈએ. જોકે, વિવાદ વધતાં કંગનાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા પોતાના શબ્દો પાછા ખેંચી લીધા હતા. કંગનાના નિવેદનને કારણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની આગાહી કરવામાં આવી રહી છે.

 

बीजेपी ने कंगना के किसानों वाले बयान पे किया किनारा ..
कंगना रनौत की ओर से ऐसा बयान देने के लिए अधिकृत नहीं हैं और यह कृषि बिलों पर भाजपा के दृष्टिकोण को नहीं दर्शाता है और यह कृषि बिलों पर भाजपा के दृष्टिकोण को नहीं दर्शाता है: बीजेपी नेता गौरव भाटिया#KangnaRanaut pic.twitter.com/rjCdkHxiza

— Raajeev Chopra (@Raajeev_Chopra) September 24, 2024

 BJP MP Kangana Ranaut : કંગનાના નિવેદનથી હરિયાણાને નુકસાન થઈ શકે છે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તમામ 90 બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન છે, જેના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. છેલ્લા એક દાયકાથી રાજ્યમાં ભાજપ સત્તા પર હોવાને કારણે પાર્ટી પહેલાથી જ એન્ટિ-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે. અગ્નિવીર, ખેડૂતોને લગતા પ્રશ્નો, બેરોજગારી વગેરેને લઈને રાજ્યના લોકોમાં ભાજપ સરકાર સામે ઘણી વખત રોષ જોવા મળ્યો છે. સાથે જ ટીકીટ કેન્સલ થવાના કારણે ભાજપને પણ અનેક નેતાઓના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચૂંટણી નિષ્ણાતોનું માનવું છે કે કંગનાના ત્રણેય કૃષિ કાયદાઓને પાછા લાવવાની માંગણી કરતું નિવેદન હરિયાણામાં ભાજપને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ જોતા ભાજપે કંગનાના નિવેદનનું ખંડન કર્યું અને કહ્યું કે આ તેમનું અંગત નિવેદન છે. થોડા વર્ષો પહેલા દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલન દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપરાંત હરિયાણામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન માટે લાંબો સમય બેઠા હતા. આ પછી પીએમ મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.

BJP MP Kangana Ranaut : કોંગ્રેસ એ સાધ્યું નિશાન 

કંગના રનૌતે કૃષિ કાયદાઓ પર નિવેદન આપતાની સાથે જ કોંગ્રેસે તક ઝડપી લીધી અને હરિયાણાની ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિવિધ રેલીઓમાં કંગનાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ આ કૃષિ કાયદાઓને ફરી પાછા આવવા દેશે નહીં. દીપેન્દ્ર હુડ્ડાએ રેલીમાં કહ્યું, 750 ખેડૂતોએ તેમની શહાદત આપીને તાનાશાહી ભાજપ સરકારથી MSP અને મંડી સિસ્ટમને બચાવી છે. કાળા કૃષિ કાયદાઓ પાછા લાવવાનો ઇરાદો ધરાવતા ભાજપના તમામ સાંસદોને અમારો પડકાર એ છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બન્યા પછી દેશમાં એવી કોઈ શક્તિ નથી કે જે આ કાયદાઓને પાછા લાવી શકે.  

આ સમાચાર પણ વાંચો :  Kangana Ranaut Farm Laws : બીજેપી સાંસદ કંગના રનૌતનું વિવાદિત નિવેદન, કહ્યું- નાબૂદ કરવામાં આવેલા 3 કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ.. કોંગ્રેસે મોદી સરકારને ઘેરી..

BJP MP Kangana Ranaut : ભાજપે  કંગનાના નિવેદનથી બનાવી દૂરી 

આ મુદ્દા વચ્ચે કોંગ્રેસ અને ભાજપે પણ કંગનાના નિવેદનથી દૂરી બનાવી લીધી છે. બીજેપીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ભાજપ સાંસદ કંગના રનૌતનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદન 3 કૃષિ કાયદાઓ સાથે સંબંધિત છે જે અગાઉ ભાજપ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા હતા.  હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિવેદન કંગના રનૌતના અંગત વિચારોને પ્રતિબિંબિત કરે છે અને કોઈપણ રીતે 3 ખેડૂત કાયદા સંબંધિત નિવેદનમાં ભાજપના વિચારોને પ્રતિબિંબિત કરતું નથી.  મારે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે કંગના રનૌતને 3 ખેડૂત કાયદાના વિષય પર બોલવાની સત્તા ભાજપ દ્વારા આપવામાં આવી નથી.

 

Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2

— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024

BJP MP Kangana Ranaut : કંગના રનૌતને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવાનો નિર્દેશ  

ગત મહિને ફિલ્મ ઈમરજન્સીના પ્રમોશન દરમિયાન કંગના રનૌતે એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કેટલીક એવી વાતો કહી હતી, જેનાથી વિવાદ સર્જાયો હતો. કંગનાએ કહ્યું હતું કે જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો બાંગ્લાદેશમાં જે બન્યું તે ભારતમાં થવામાં લાંબો સમય ન લાગ્યો હોત.  ખેડૂતોના આંદોલન દરમિયાન બદમાશો હિંસા ફેલાવતા હતા અને લાંબુ આયોજન હતું. બળાત્કાર અને હત્યાઓ પણ ત્યાં થઈ હતી. કંગનાના આ નિવેદનને લઈને પંજાબમાં ભારે વિરોધ થયો હતો. પ્રેસ રિલીઝ જારી કરતી વખતે ભાજપે કહ્યું હતું કે કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. કંગના રનૌતના નિવેદનથી ભાજપે અસહમતિ વ્યક્ત કરી છે. કંગનાને ન તો પાર્ટી વતી નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી છે અને ન તો તે નિવેદન આપવા માટે અધિકૃત છે. બીજેપીએ વધુમાં કહ્યું,  પાર્ટી વતી, કંગના રનૌતને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવાનો નિર્દેશ આપવામાં આવે છે. ભાજપ દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ, દરેકનો પ્રયાસ અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોને અનુસરવા માટે કટિબદ્ધ છે.

 

 

September 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક