News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા તજાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.3 અને અફઘાનિસ્તાનમાં 4.1 નોંધાઈ છે.
દરમિયાન ભારતના મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે.
ભૂકંપ લગભગ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિમી હતી.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એશિયા ખંડમાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધ્યું છે, દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ વિસ્તારોમાં 2 માર્ચે રહેશે 24 કલાકનો પાણીકાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય.. જાણો વિગતે
Join Our WhatsApp Community