News Continuous Bureau | Mumbai
- 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન બદલે ‘કાઉ હગ ડે’ ( Cow Hug Day ) તરીકે ઉજવવાની અપીલ કરાયા બાદ સરકારે પોતાની અપીલ પરત ખેંચી લીધી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય વિરોધી પાર્ટીઓએ 14 ફેબ્રુઆરીને “કાઉ હગ ડે” તરીકે મનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
- એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ ( Animal Welfare Board of India ) 14 ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની તેની અપીલ પાછી ખેંચી લીધી છે.
- બોર્ડે અગાઉ લોકોને ‘કાઉ હગ ડે’ મનાવવાની અપીલ કરી હતી, ત્યારબાદ તેને મંજૂરી આપવામાં આવી હતી.
- આ વિરોધના પગલે હવે સરકારે આ નિર્ણયને પરત ખેંચી લીધો છે.
- ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમી યુગલો આ દિવસે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
- પશ્ચિમી સંસ્કૃતિની આ છાપ ભારત પર પણ જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદી બાદ હવે મહારાષ્ટ્ર આવશે અમિત શાહ, 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આ 3 જિલ્લામાં કરશે મંથન..
Join Our WhatsApp Community