News Continuous Bureau | Mumbai
- ભારતીય શેર બજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઇડે જેવો સાબિત થયો છે. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
- કારોબારના અંતે સેન્સેક્સ −671.15 પોઈન્ટ ઘટીને 59,135.13 પર અને નિફ્ટી −176.70 પોઈન્ટના ઘટાડા સાથે 17,412.90 પોઈન્ટ પર બંધ થયો છે.
- ટ્રેડિંગ સેશનમાં 1,418 શેરમા વધારો જોવા મળ્યો હતો તો , 2,087 શેરમાં વેચાવલી જોવા મળી હતી અને 106 શેર સ્થિર રહેતા તેમાં ફેરફાર થયો ન હતો.
- મહત્વનું છે કે આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યુમર ગુડ્સ, આઈટી શેરોમાં દબાણ દેખાયું હતું.
- બીજી બાજુ મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.જેને લઈને રોકાણ કારોના કરોડો રૂપિયા ધોવાયા હતા.
આ સમાચાર પણ વાંચો: ગજબ… મુંબઈ લોકલ ટ્રેનમાં હેલ્મેટ સાથે મુસાફરે કર્યો પ્રવાસ.. જણાવ્યું આ કારણ, જુઓ વિડીયો..