7.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી આ દેશની ધરા, બિલ્ડીંગો તાશના પત્તાની જેમ થઇ ધરાશાયી.. જુઓ વિડિયો..

by kalpana Verat
Deadly magnitude 7.8 earthquake hits southern Turkey
  • તુર્કીના નુરદાગીથી 23 કિમી પૂર્વમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે.
  • રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. 
  • મીડિયા રિપોર્ટ અનુસાર અહીં ઘણા એપાર્ટમેન્ટ અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. 
  • મહત્વનું છે કે, આ ઘટનામાં 10 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
  • આ શક્તિશાળી ભૂકંપ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
  • સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને સ્પષ્ટપણે જોઈ શકાય છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More