News Continuous Bureau | Mumbai
Delhi Liquor Scam:
- કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી( ED) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
- તપાસ એજન્સી ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રી ( Delhi CM ) અને આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) વડા અરવિંદ કેજરીવાલને ( Arvind Kejriwal ) ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ ( Summons ) પાઠવ્યું છે.
- ઇડીએ તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે.
- અગાઉ 2 નવેમ્બરના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી.
- તમને જણાવી દઈએ કે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા એક મામલામાં ન્યાયિક કસ્ટડીમાં છે.
- હવે અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : Earthquake : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા, એક કલાકમાં આટલી બધી વખત ધરતી ધ્રુજી..