- બ્રિટનમાં ડ્રગ્સ તસ્કરો અને વિવિધ જુથો દ્વારા આચરવામાં આવી રહેલા ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.
- દરમિયાન ડ્રગ્સ તસ્કરો અને વિવિધ ગેંગ સામે કાર્યવાહી માટે પોલીસને વધુ પાવર આપતા એન્ટિ-સોશિયલ બીહેવીયર એક્શન પ્લાનને તૈયાર કરવામાં આવ્યો છે.
- આ નવી તાત્કાલિક ન્યાય યોજના અંતર્ગત ડ્રગ્સ તસ્કરો અને ગેંગની ધરપકડ કરવામાં આવે તેના તુરંત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે
- આ ઉપરાંત નવા નિયમ મુજબ ડ્રગ્સ તસ્કરો કે ગેંગ દ્વારા જે અપરાધ આચરવામાં આવ્યો હોય તેના દ્વારા પીડિતને જે નુકસાન થયું હોય તેની ભરપાઇ આરોપીએ કરવાની રહેશે.
- અપરાધીઓને તેના ગુનાઓ બદલ કચરો ઉઠાવવો, પોલીસના કારોને સાફ કરવા સહિતના મજૂરી કામ આપવામાં આવશે. સાથે તેમને ખાસ ડ્રેસ પણ પહેરાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આને કહેવાયઃ હિંમતે મર્દા તો મદદે ખુદા. સ્ટોર મેનેજરે ચોરને પોલીસ આવે ત્યાં સુધી આ રીતે પકડી રાખ્યો.. જુઓ વિડીયો.
Join Our WhatsApp Community 
			         
			         
                                                        