સવાર-સવારમાં ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો નિકોબાર દ્વીપ, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા, લોકોમાં દોડધામ…

by kalpana Verat
Earthquake of magnitude 5.0 hits Nicobar islands region today

News Continuous Bureau | Mumbai

  •  છેલ્લા કેટલાક દિવસથી ભારત સહિત જુદા જુદા દેશોમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે 
  • ગઈકાલે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો આજે વહેલી સવારે નિકોબાર ટાપુ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, સવારે લગભગ 5:07 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે.
  • સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
  • જો કે, લોકો એટલી હદે ભયભીત થઈ ગયા હતા કે વહેલી સવારે ઘરની બહાર દોડી આવ્યા હતા.  
  • નોંધનીય છે કે પૃથ્વીની સપાટીની નીચે અનેક પ્રકારની પ્લેટો છે જે સતત ફરતી રહે છે, જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. 

  આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા પડ્યા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More