શ્રીલંકા ની હાલત વધુ કફોડી બની, બેલેટ પેપર છાપવાના પણ પૈસા નથી! ચૂંટણી સ્થગિત કરવી પડી..

by kalpana Verat
Elections had to be canceled due to economic crisis in Sri Lanka

News Continuous Bureau | Mumbai

  • શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
  • હવે સ્થિતિ એવી છે કે સરકાર પાસે ચૂંટણી કરાવવાના પૈસા નથી . 
  • દેશના ચૂંટણી પંચે પણ કહ્યું હતું કે 25 એપ્રિલે યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હવે ભંડોળની અછતને કારણે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
  • સોમવારે વડા પ્રધાન દિનેશ ગુણવર્દનેએ ચૂંટણી પંચના અધિકારીઓ અને મુખ્ય રાજકીય પક્ષોના સભ્યો સાથે બેઠક યોજી હતી. તેના એક દિવસ બાદ પંચે આ જાહેરાત કરી છે. 
  • ચૂંટણી પંચના મહાનિર્દેશક સામન શ્રી રત્નાયકેએ જણાવ્યું હતું કે નાણાં વિભાગ દ્વારા ભંડોળના વિતરણની પુષ્ટિ કર્યા પછી જ ચૂંટણી યોજવાની આગામી તારીખ જાહેર કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય કે કે સ્થાનિક ચૂંટણીઓ અગાઉ 9 માર્ચના રોજ યોજાવવાની હતી અને તેને મુલતવી રાખી ૨૫ એપ્રિલની તારીખ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More