News Continuous Bureau | Mumbai
GST Return : કેન્દ્રની મોદી સરકારે નાના દુકાનદારોને મોટી રાહત આપી છે.
નાણા મંત્રાલયે GST Return ભરનારા નાના વેપારીઓઓને જીએસટીઆર-9 ફાઈલ (GSTR-9) કરવામાંથી મુક્તિ આપી છે.
2 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરતા નાના વેપારીઓએ આ ફોર્મ ફાઈલ કરવું પડે છે, જેમાં તેમણે વાર્ષિક રીટર્ન ફાઈલ કરવું પડતું હતું..
હવે નાના વેપારીઓને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળી ગઈ છે.
નાણા મંત્રાલયે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 5 વર્ષમાં 65 ટકા વધી ગઈ છે. એપ્રિલ-2023 સુધીમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા 1.13 કરોડે પહોંચી છે.
જીએસટી હેઠળ રજીસ્ટર્ડ થયેલા કરદાતાઓની સંખ્યા હવે 1.40 કરોડ પર પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2018માં 1.06 કરોડ હતા.
આ સમાચાર પણ વાંચો : Pending Cases : લો બોલો! દેશની અદાલતોમાં 5 કરોડથી વધુ કેસો પેન્ડિંગ, ખાલી સુપ્રીમ કોર્ટનો આંકડો જ ચોંકાવનારો, જાણો વર્તમાન સ્થિતિ..
Join Our WhatsApp Community