News Continuous Bureau | Mumbai
Gurpatwant Pannun murder plot:
ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને હવે ચેક રિપબ્લિકમાંથી અમેરિકાને સોંપવામાં આવ્યો છે.
આજે નિખિલ ગુપ્તાને ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર થવાની શક્યતા છે.
નિખિલ ગુપ્તાને હાલમાં બ્રુકલિનમાં ફેડરલ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તે કેદી તરીકે સૂચિબદ્ધ છે.
નિખિલ પર શીખ અલગતાવાદી અને ખાલિસ્તાની પન્નુ વિરુદ્ધ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની આ રેલવે લાઈન પર બે મહિનામાં ખુદાબક્ષો પાસેથી 63 કરોડનો દંડ વસૂલ્યો! જાણો વિગતે..