News Continuous Bureau | Mumbai
બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ હજુ માંડ શાંત પડ્યો છે ત્યારે દિલ્હી બીબીસીની હેડ ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે બીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ચાલુ છે
આવકવેરા વિભાગની ટીમો દિલ્હી તથા મુંબઈ સહિત 20 જગ્યાઓ પર તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ટેક્સ ચોરી મામલે આવકવેરા વિભાગની 60થી 70 લોકોની ટીમ સર્વે કરી રહી છે. ટીમે બીબીસી ઓફિસને સીલ કરી દીધી છે.
આ સાથે જ આવકવેરા વિભાગની ટીમો કર્મચારીઓને સિસ્ટમ અને મોબાઈલના ઉપયોગ ઉપર પણ રોક લગાવી છે.
આ ઉપરાંત કર્મચારીઓના બહાર નીકળવા પર રોક લગાવી દીધી છે.
આ સમાચાર પણ વાંચો: અમિત શાહે કહ્યું- ત્રિપુરામાં જ નહીં, રાજસ્થાન-કર્ણાટક, છત્તીસગઢ અને એમપીમાં પણ બનશે ભાજપની સરકાર.
Join Our WhatsApp Community