News Continuous Bureau | Mumbai
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચેલી ઈસ્લામાબાદ પોલીસ ખાલી હાથે પરત ફરી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડથી બચવા પાકિસ્તાન- તહેરિક-એ-ઇન્સાનના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દીવાલ કુદી પાડોશીના ઘરમાં ઘૂસી ગયા હતા.
- મહત્વનું છે કે આ વાત અન્ય કોઈએ નહીં, પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સમાનુલ્લાહે કહી છે.
- વાસ્તવમાં 28 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે.
- ઈમરાન પર આરોપ છે કે તેમણે વિદેશથી મળેલી ભેટને સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને તેનો ઉપયોગ પોતાના માટે કર્યો અને તેને બજારમાં વેચી દીધી.
આ સમાચાર પણ વાંચો : Women’s Day 2023: મુંબઈના ‘આ’ રેલવે સ્ટેશન પર મહિલારાજ, તમામ બાબતો મહિલાઓના હાથમાં છે!