News Continuous Bureau | Mumbai
India-maldives :
- માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ હજુ પણ યથાવત છે.
- દરમિયાન ફરી એકવાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ઝેર ઓક્યું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે 10 મે પછી એક પણ ભારતીય સૈન્ય કર્મચારી દેશમાં હાજર રહેશે નહીં, સાદા કપડામાં પણ નહીં.
- રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લગભગ એક સપ્તાહ પહેલા ભારતની ટેકનિકલ ટીમ માલદીવ પહોંચી હતી.
- ઉલ્લેખનીય છે કે અગાઉ મુઈઝુએ માલદીવથી ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને પરત કરવા માટે 10 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી.
- હાલમાં 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં છે, જેઓ મુખ્યત્વે બે હેલિકોપ્ટર અને એક વિમાનનું સંચાલન કરે છે.
આ સમાચાર પણ વાંચો : Shehbaz Sharif: ફરી લંબાવ્યો મિત્રતાનો હાથ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેહબાઝ શરીફને પાકિસ્તાનના PM તરીકે શપથ લેવા બદલ પાઠવ્યા અભિનંદન..