News Continuous Bureau | Mumbai
Israel–Hamas war:
- ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે સમજૂતી ની ઓફર કરી છે.
- હમાસે કહ્યું કે જો ઇઝરાયેલની સેના ગાઝામાં યુદ્ધ બંધ કરે છે, તો તેઓ બંધકોની અદલાબદલી સંબંધિત ડીલને લાગુ કરવા માટે તૈયાર છે.
- જોકે હમાસે સમજૂતી કરવા માટે એક મોટી શરત મૂકતાં કહ્યું હતું કે ઈઝરાયલે ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવવો પડશે.
- હમાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલે હુમલા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની ટોચની કોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ) આદેશ છતાં દક્ષિણ ગાઝા શહેર રાફાહમાં આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે.
- ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અગાઉ પણ હમાસ દ્વારા કરાયેલી અનેક ઓફર ઠુકરાવી ચૂક્યું છે અને તે કહી ચૂક્યું છે કે અમે હમાસનો સફાયો કરી નાખવા પ્રતિબદ્ધ છીએ.
World No Tobacco Day : આજે છે ‘વર્લ્ડ નો ટોબેકો ડે‘, જાણો આ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ.
Join Our WhatsApp Community