News Continuous Bureau | Mumbai
Israel-Hamas war : યુદ્ધ વચ્ચે રામકથાકાર મોરારી બાપુએ કર્યું મોટું દાન, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સંઘર્ષ વચ્ચે કરી આટલા લાખ રૂપિયાની સહાય..
Israel-Hamas war : છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના પરિણામે માનવ જીવનને ભયંકર નુકસાન થયું છે.
દરમિયાન જાણીતા કથાકાર અને રામચરિત માનસના પ્રચારક મોરારી બાપુએ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ સંઘર્ષની સ્થિતિમાં રૂ.25 લાખની સહાય જાહેર કરી છે.
યુકે સ્થિત લોર્ડ ડોરલ પોપટ અને પવન પોપટ દ્વારા આ રકમ રેડ ક્રેસન્ટને અપાશે.
આ રકમ બંન્ને દેશો વચ્ચે માનવીય આધારે આવશ્યક દવાઓ અને પ્રાથમિક જરૂરિયાતોના સપ્લાય માટે વિતરિત કરાશે.
મોરારી બાપુએ બંન્ને દેશો વચ્ચેના સંઘર્ષના અંત અને શાંતિની સ્થાપના માટે ભગવાન હનુમાનને પ્રાર્થના કરી છે.
આ સમાચાર પણ વાંચો : Facial Hair : ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે વેક્સિંગને બદલે ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ કરો, કોઈ આડઅસર થશે નહીં.