News Continuous Bureau | Mumbai
Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થવાના આરે છે.
દરમિયાન કતારના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.
નવા કરાર હેઠળ, ઓછામાં ઓછા દસ ઇઝરાયેલી બંધકોને મંગળવારે અને અન્ય દસને બુધવારે મુક્ત કરવામાં આવશે.
આ સાથે ઈઝરાયલે દરરોજ 30 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કરવા પડશે.
ઉલ્લેખનીય છે કે હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે
આ સમાચાર પણ વાંચોઃ Chapped Lips : હોંઠો પર જામેલી પોપડીઓથી પરેશાન છો?, તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય.. સમસ્યાથી મળશે રાહત..