News Continuous Bureau | Mumbai
એરોન ફિન્ચ બાદ હવે પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે પણ નિવૃત્તિની જાહેરાત કરી છે.
41 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
કામરાન અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક દિવસ પહેલા જ પસંદગી સમિતિમાં સ્થાન આપ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ લીગ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તે બાબર આઝમની ફ્રેન્ચાઇઝી પેશાવર ઝાલ્મી સાથે મેન્ટર તરીકે જોડાયો છે.
તેણે પાકિસ્તાન માટે 53 ટેસ્ટ, 157 વનડે અને 58 ટી20 મેચ રમી છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે કુલ 268 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
આ સમાચાર પણ વાંચો : તુર્કી-સીરિયા બાદ હવે અહીં ધરા ધ્રુજી, 4.8ની તીવ્રતાના અનુભવાયા જોરદાર ભૂકંપના આંચકા.. લોકોમાં ફફડાટ