News Continuous Bureau | Mumbai
Kejriwal Resignation :
- સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર સુનાવણી ન કરી.
- સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે, કોર્ટ આ મામલામાં ન્યાયિક દખલ ન આપી શકે.
- આ મામલો કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે. લેફ્ટનન્ટ ગવર્નર આ બાબત પર વિચાર કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.
- કોર્ટે આ અરજી એવા સમયે ફગાવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
- ઉલ્લેખનીય છે કે 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Premium AC Coach : હવે રેલ્વેના એસી પ્રીમિયમ કોચમાં અટેચ્ડ બાથરૂમ, અપાવશે 5 સ્ટાર હોટલની યાદ.. જુઓ વિડીયો..