News Continuous Bureau | Mumbai
- Kerala Governor: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ( Arif Mohammad Khan ) મુખ્યમંત્રી વિજયન ( CM Vijayan ) પર મોટો આરોપ લગાવ્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આરિફ મોહમ્મદ ખાને દાવો કર્યો છે કે કેરળના મુખ્યમંત્રી વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- રાજ્યપાલે એવો પણ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં ( unconstitutional activities ) સામેલ છે.
- આ ઉપરાંત આરિફ મોહમ્મદ ખાને કેરળ પોલીસ પર પણ મિલીભગતનો આરોપ લગાવ્યો છે.
- ગઈકાલે સોમવારે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન તિરુવનંતપુરમ એરપોર્ટથી રવાના થયા, તેમને દિલ્હી જવાનું હતું. પરંતુ એરપોર્ટ જવાના રસ્તે તેમના કાફલા પર હુમલો ( Attack ) થયો હતો.
- નોંધનીય છે કે ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી વિજયન વચ્ચે અવારનવાર વિવાદના અહેવાલો આવે છે. આરિફ મોહમ્મદ 6 સપ્ટેમ્બર 2019 થી કેરળના રાજ્યપાલનું પદ સંભાળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi on congress: ‘કોંગ્રેસ છે તો કોને મની હિસ્ટ ફિક્શનની જરૂર છે?’, PM મોદીએ ફરી નિશાન સાધ્યું, શેર કર્યો વિડીયો..
Join Our WhatsApp Community