News Continuous Bureau | Mumbai
Mumbai :
- મુંબઈમાં ઘર ખરીદવા માંગતા લોકો અને પ્લૉટ ખરીદવા કે પછી રીડેવલપમેન્ટ કરવા ઇચ્છતા બિલ્ડરો માટે સારા સમાચાર છે.
- રાજ્ય સરકારે આજથી શરૂ થતા નવા નાણાંકીય વર્ષમાં પણ રેડી રેકનરના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
- અગાઉ કોવિડ પછી વર્ષ 2022-’23માં રેડી રેકનરમાં થોડો વધારો કરવામાં આવ્યો હતો.
- ગઈ કાલે પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં 2022-’23ની સરખામણીએ મુંબઈમાં 13 હજાર ઘર વધુ વેચાયાં છે. વર્ષ 2023-’ 24માં કુલ 1.32 લાખ ફ્લૅટ મુંબઈમાં વેચાયા છે.
- સરકારને એ ફ્લૅટ વેચાવાથી સ્ટૅમ્પ-ડ્યુટી (ઍગ્રીમેન્ટ વૅલ્યુના 6 ટકા)ની જબ્બર આવક થતી હોય છે.
- જો રેડી રેકનરના ભાવમાં વધારો કરાય તો ફ્લૅટની કિંમત વધી જાય છે અને એ પ્રમાણે સ્ટૅમ્પ-ડ્યુટીમાં પણ વધારો થતો હોય છે.
આ સમાચાર પણ વાંચો : LPG Gas Price: લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય જનતાને મળી ભેટ, ગેસના બાટલાના ભાવમાં ધરખમ ઘટાડો; જાણો કેટલો થયો સસ્તો