News Continuous Bureau | Mumbai
- દેશના શ્રેષ્ઠ ફૂટબોલર્સ પૈકીના એક એવા ભારતીય ફૂટબોલર તુલસીદાસ બલરામનું કોલકત્તાની હોસ્પિટલમાં નિધન થયું છે.
- તેઓ 87 વર્ષના હતા. તેમની તબિયત બગડતાં ગત વર્ષે 26 ડિસેમ્બરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- સ્થિતિ બગડ્યા બાદ તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. યુરિન ઇન્ફેક્શન અને પેટ સંબંધિત બીમારીની તેમની સારવાર ચાલી રહી હતી.
- જોકે સારવાર કારગત નહીં નીવડતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
- તેમણે 1956 અને 1960માં બે ઓલિમ્પિકમાં ભારત વતી રમ્યા અને એશિયન ફૂટબોલના શિખર પર પહોંચ્યા હતા.
- મહાન કોચ સૈયદ અબ્દુલ રહીમના માર્ગદર્શનમાં ભારતે 1962માં કોરિયાને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જે ટીમનો હિસ્સો તુલસીદાસ હતા.
આ સમાચાર પણ વાંચો : 120W ચાર્જિંગ અને 64MP કેમેરા સાથે IQOO Neo 7 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Join Our WhatsApp Community