પાકિસ્તાન: ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ! આ મામલે હેલિકોપ્ટર લઈને પૂર્વ વડાપ્રધાનના ઘરે પહોંચી પોલીસ..

by kalpana Verat
Pakistans former PM Imran Khan can be arrested anytime, Islamabad Police reaches Lahore

News Continuous Bureau | Mumbai

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની વિરુદ્ધ ઈસ્લામાબાદની એક કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો એક મહિલા જજને ધમકી આપવાનો છે.
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ પોલીસ હેલિકોપ્ટર દ્વારા લાહોર પહોંચી ગઈ છે.
  • જોકે, પોલીસ લાહોરમાં તેમના ઘરે પહોંચે તે પહેલા ઈમરાન ખાન એક રેલીમાં ભાગ લેવા માટે નીકળી ગયા હતા.
  • આવી સ્થિતિમાં ઈસ્લામાબાદ પોલીસ લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરે તેની રાહ જોઈ રહી છે.
  • મહત્વનું છે કે ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પોલીસને ઈમરાન ખાનને 29 માર્ચ પહેલા હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે.
  • છેલ્લા કેટલાક દિવસોમાં ઈમરાન ખાન વિરુદ્ધ આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. આ પહેલા તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ને ઝટકે પે ઝટકા. સૌથી નજીકના ગણાતા નેતા ના દીકરાએ એકનાથ શિંદેની શિવસેના પસંદ કરી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More