હે ભગવાન.. હવે સ્પર્શ દર્શન પણ થયા મોંઘા.. આ પ્રખ્યાત મંદિરમાં ભક્તોએ ચૂકવવો પડશે આટલા રૂપિયા ચાર્જ..

by kalpana Verat
Devotees will have to pay huge amount for Baba Vishwanath’s darshan

News Continuous Bureau | Mumbai

  • કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થીઓની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે.
  • એક રિપોર્ટ મુજબ સ્પર્શ દર્શન કરનાર ભક્તો પાસેથી રૂ.500 થી રૂ.1000 સુધીની ફી લેવામાં આવશે. જેનો પ્રસ્તાવ મંદિર પ્રશાસન દ્વારા કાશી વિશ્વનાથ ન્યાસ પરિષદને આપવામાં આવ્યો છે.
  • હવે કાશી વિશ્વનાથ ન્યાસ પરિષદ આ સમગ્ર પ્રસ્તાવ પર મંથન કરશે અને જોશે કે જે ભક્તો પૈસા ચૂકવી શકતા નથી તેમને સ્પર્શ દર્શન કેવી રીતે આપવા, તે પછી આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
  • મંદિર પ્રશાસનનું કહેવું છે કે, નવી વ્યવસ્થાને કારણે દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે.
  • અત્યાર સુધી, તમામ શ્રદ્ધાળુઓ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સ્પર્શ દર્શન કરતા હતા પણ તેને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી.
  • ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મંદિર પ્રશાસન દ્વારા સુગમ દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાન: ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ! આ મામલે હેલિકોપ્ટર લઈને પૂર્વ વડાપ્રધાનના ઘરે પહોંચી પોલીસ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More