News Continuous Bureau | Mumbai
Road accident :
- અહેમદનગર કલ્યાણ હાઈવે પર શેરડીનું પરિવહન કરતા ટ્રેક્ટર, થાણે-મહેકર એસટી બસ અને ઈકો ગાડીનો ભયંકર અકસ્માત થયો છે.
- ધવલપુરી ફાટા પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
- 6 માંથી પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના મૃતદેહોને પારનેર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
- અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
- હાલ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને વાહનવ્યવહાર સુચારૂ છે.
- અકસ્માતની જાણ થતા જ પોલીસ સહિત વિસ્તારના નાગરિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Karpuri Thakur : મોદી સરકારની મોટી જાહેરાત, બિહારના ‘જનનાયક’ કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન..