News Continuous Bureau | Mumbai
- રશિયાએ યુક્રેન પર ફરીથી ક્રુઝ મિસાઇલ અને બોમ્બમારો કર્યો છે અને આ હુમલામાં અનેકોના મોત થયા છે.
- યુક્રેનના મિલિટરી વડા વેલેરી ઝાલુઝેનીએ જણાવ્યું હતું કે રશિયા વિવિધ પ્રકારના મિસાઇલ અને બોમ્બ હુમલો કરી રહ્યું છે.
- રશિયાએ આ યુદ્ધમાં પ્રતિબંધિત થર્મોબેરિક બોમ્બનો ઉપયોગ કર્યો છે.
- થર્મોબેરિક બોમ્બને અત્યાર સુધીમાં વિકસિત સૌથી વિનાશકારી બિનપરમાણુ શસ્ત્ર મનાય છે.
- હેગ અને જિનિવા કન્વેન્શન હેઠળ આ બોમ્બનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- આ પ્રતિબંધિત શસ્ત્રના લીધે ફેફસામાંથી ઓક્સિજન છીનવાઈ જાય છે. તેથી તેને વેક્યુમ બોમ્બ પણ કહેવાય છે.
- આ ઉપરાંત હવામાંથી ઓક્સિજન છીનવાતા ફેફસાને મળતો ઓક્સિજન બંધ થઈ જાય છે. તેથી મોટાપાયા પર જાનહાનિનો ભય રહે છે
આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે ધ્રુજી ધરતીના સ્વર્ગની ધરા, જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં આવ્યો ભૂકંપ… જાણો કેટલી હતી તીવ્રતા