અમેરિકા અને યુરોપમાં થયેલી બેન્કિંગ કટોકટીની સ્થિતિને પગલે ભારતીય શેરબજાર પર પણ પ્રતિકૂળ અસર પડી છે.
આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.
સેન્સેક્સ 361 પોઇન્ટના કડાકા સાથે 57,628 આંક પર સ્થિર થયો અને નિફ્ટી 112 પોઇન્ટના ઘટાડા સાથે 16,988.40 પર બંધ થયો છે.
સેન્સેક્સ 30ના 25 શેર લાલ નિશાનમાં અને 5 લીલા નિશાનમાં બંધ થયા છે. તો નિફ્ટીના 50 શહેરોમાંથી 13 જ શેરમાં વધારો જોવા મળ્યો હતો અને 37 શેરોની કિંમતમા ઘટાડા સાથે બંધ થયા.
આજના ટોપ ગેનર્સમાં HUL, ITC, KOTAKBANK, SUNPHARMA નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : લાગી લોકોની હાય! કંગાળ થઈ ગયો ભાગેડુ નીરવ મોદી, 14000 કરોડની છેતરપિંડી કરનારના ખાતામાં હવે માત્ર આટલા રૂપિયા…