News Continuous Bureau | Mumbai
Share Markets : શેરબજારે આજે ફરી એક વખત રેકોર્ડ બ્રેક શરૂઆત કરી છે.
સેન્સેક્સ પ્રથમ વખત 69000ને પાર કરી ગયો છે. જ્યારે, નિફ્ટીએ પણ 20808ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ સાથે આજના દિવસના ટ્રેડિંગની શરૂઆત કરી છે.
આજે સેન્સેક્સ 303 પોઈન્ટના વધારા સાથે 69168 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 122 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો.
મહત્વનું છે કે હિન્દી બેલ્ટ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લા બે દિવસથી ભગવા લહેર અને મોદીની ગેરંટીની અસર શેરબજારમાં જોવા મળી રહી છે.
નિષ્ણાંતોનું માનવું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીતની શક્યતાઓ પ્રબળ બની છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Michaung : ટ્રેનો, ફ્લાઈટ્સ રદ, શાળાઓ બંધ, આખું ચેન્નાઈ શહેર પાણી હેઠળ… મિચોંગ ચક્રવાતને કારણે આટલા લોકોના મોત…
Join Our WhatsApp Community