News Continuous Bureau | Mumbai
Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરોનો આજે 17મો દિવસ છે.
હવે મેન્યુઅલ અને વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હવામાન એક મોટો પડકાર બની રહ્યો છે.
IMDએ આગામી 24 કલાક ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં ફેરફારને કારણે રેસ્ક્યુમાં મુશ્કેલીઓ પડી શકે છે.
PM મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે સરકાર તેમને બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી.
આ સમાચાર પણ વાંચોઃ સવાર-સવારમાં ધ્રૂજી ઉઠી આ ત્રણ દેશોની ધરા, લોકો ઘરની બહાર ભાગ્યા, જાણો ક્યાં કેટલી તીવ્રતાનો આંચકો આવ્યો