News Continuous Bureau | Mumbai
Water Cut in South Mumbai: દક્ષિણ મુંબઈમાં અનેક વિસ્તારોમાં આજે 10 ટકા પાણી કાપ મુકવામાં આવશે.
માલાબાર જળાશયની આજે વિશેષજ્ઞોની સમિતિ નિરીક્ષણ કરશે, જેને કારણે જળાશયને ખાલી કરવામાં આવશે.
વિશેષજ્ઞોની સમિતિ જળાશયોના કપ્પા ક્રમાંક 1નું સવારે 8થી 10 વાગ્યા સુધી નિરીક્ષણ કરશે.
આથી દક્ષિણ મુંબઈના માલાબાર હિલ, કુલાબા, સીએસટી, ચીરા બજાર, તાડદેવ, ખેતવાડી, પૈડર રોડ જેવા અનેક ક્ષેત્રોમાં જળ પુરવઠો પ્રભાવિત થશે.
માલાબાર હિલના પુનર્નિર્માણ માટે વિશેષજ્ઞોની સમિતિ ગઠિત કરવામાં આવી છે. આમાં આઈઆઈટી મુંબઈના પ્રોફેસર, સ્થાનિક વિશેષજ્ઞ નાગરિક અને મનપાના અધિકારી સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Skin Care: ચેહેરા પર લગાવો આ ફેસ પેક, આવશે કુદરતી ચમક..