News Continuous Bureau | Mumbai
Western Railway : રેલવે ટ્રેક ( Railway tracks ) અને સિગ્નલ યંત્રણાના ( signal processing ) મેઈન્ટેનન્સ માટે પશ્ચિમ રેલવેએ બોરીવલી ( Borivali ) અને ભાયંદર સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇન ઉપર ( Night Block ) બ્લોક રાખ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ બ્લોક આજે રાત્રે 12.30 વાગ્યાથી વહેલી સવારે 4.30 વાગ્યા સુધી રહેશે.
બ્લોક સમયગાળા દરમિયાન, તમામ ફાસ્ટ લાઇનની ટ્રેનો ( Mumbai Local Train )વિરાર/વસઇ રોડથી બોરીવલી સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર ચાલશે.
તદનુસાર, રવિવાર ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર દિવસનો કોઈ બ્લોક રહેશે નહીં.
આ સમાચાર પણ વાંચોઃ Sandwich : લ્યો બોલો, મહિલાએ 628 રૂપિયાની સેન્ડવિચ ખાધી, ટીપમાં આપ્યા અધધ 6 લાખ રૂપિયા! હવે માંગી રહી છે પરત.. જાણો શું કારણ